GSTV
Gujarat Government Advertisement

ઓ બાપ રે… આ ગામમાં ભેંસે એવો તે કેવો મચાવ્યો આતંક કે ભૂખ્યા તરસ્યા લોકો ઘરની છત પર રહેવા બન્યા મજબૂર

Last Updated on March 17, 2021 by

ખતરનાક જાનવરોનો આતંક અને હુમલા બાબતે તમે સાંભળ્યું હશે. અથવા જોયું હશે પરંતુ તમને પૂછવામાં આવે કે શું ભેંસ ના આતંક બાબતે તમે ક્યારેય સાંભળ્યું છે. તમારો જવાબ ના જ આવશે. કારણ કે મોટાભાગના લોકો ભેંસને પોતાના ઘરમાં પાળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક ગામમાં આ દિવસોમાં એક ભેંસ ગામ આખું માથે લીધું છે. આ ભેસને કારણે લોકો ભૂખ્યા તરસ્યા પોતાના ઘરની છત પર રહેવા મજબૂર થયા છે.

ભેંસના કારણે ઘણાં લોકો ઘરની છત પર રહેવા મજબૂર

આ ઘટના પીલીભીતના બિલસંડા થાણા વિસ્તારની તિલસંડા હસોઆ ગામની છે. જયાં એક ભેંસને કારણે લોકોનું જીવવાનં હરામ થઈ ગયું છે. બતાવાઈ રહ્યું છે કે એક ભેંસ પોતાના માલિકના ત્યાંથી ભાગીને ખેતરમાં ભટકી રહી છે. જેવો કોઈ તેને પકડવા જાય છે તે હુમલો કરી દે છે. કેટલાય લોકોને ભેંસ ઘાયલ કરી ચૂકી છે. આ વિસ્તારમાં ભેંસના કારણે ઘણાં લોકો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા છે.

આ મામલામાં વન વિભાગ કંઈ કરી રહ્યો નથી

કોઈકે આ ઘટનાની જાણ પોલિસને આપી. સૂચના મળ્યા પછી પોલિસની ટીમ સમયસર પહોંચી ગઈ. પોલિસનું કહેવું છેકે જ્યારે તેમની ટીમ ગામમાં પહોંચી તો કેટલાય લોકો છત પર જોવા મળ્યા. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઈ ચૂક્યા છે. ગ્રામવાસીઓમાં આ ભેંસને લઈને ખૂબજ ખોફ છવાયેલો છે. ગામ લોકોનો આરોપ છે કે આ મામલામાં વન વિભાગ કંઈ કરી રહ્યો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો