Last Updated on April 11, 2021 by
આજના સમયમાં, ઘણા ઓટીટી પ્લેટફોર્મ આવ્યા છે, આવી સ્થિતિમાં, તે બધા પર સબ્સ્ક્રિપ્શન રાખવું એ આપણા ખિસ્સા પર મોટો બોજો હોઈ શકે છે. તો આજે અમે તમારા માટે એક યોજના લાવ્યા છીએ જેમાં તમે ઘણા ઓટીટી પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રિપ્શન ફક્ત 129 રૂપિયામાં મેળવી શકો છો અને 300 થી વધુ લાઇવ ચેનલો, 500 થી વધુ ટીવી શ્રેણી, 100 થી વધુ અસલ શો અને 8000 થી વધુ મૂવીઝનો આનંદ લઈ શકો છો.
હકીકતમાં ભારત સંચાર નિગમ લિમિટેડે કેટલાક દિવસો પહેલા એક નવી સર્વિસ માટે YuppTVથી પાર્ટનરશિપ કરી છે. આ સર્વિસનું નામ ‘YuppTV Scope’છે. આ સર્વિસ મૂળરૂપથી બ્રોડબેંડ યૂઝર્સ માટે લોન્ચ કરાઈ છે. આ નવી સર્વિસ હેઠળ તમે કેટલાય પ્રકારના OTT પ્લેટફોર્મના કંટેટની મજા માત્ર 129 રૂપિયામાં લઈ શકો છો. તેમાં ZEE5 Premium, YuppTV, SonyLIV અને Voot Select વગેરે સામેલ છે.
શુ છે BSNL-YuppTV Scope સબસક્રિપ્શન ઓફર
YuppTV Scope એક કંટેટ એગ્રીગેટર એપ છે જે ZEE5 Premium, YuppTV, SonyLIV અને Voot Selectના કંટેટને પ્રોવાઈડ કરશે. તે ઉપરાંત તેમાં યૂઝર્સને લાઈવ ટીવી ચેનલનો લાભ પણ મળશે. જેમાં તેઓ 300થી વધારે ટીવી ચેનલોને લાઈવ જોઈ શકશે. BSNL એ આ પ્લાનની કીંમત આમ તો 199 રૂપિયા રાખી છે પરંતુ ઈંટ્રોડક્ટરી ઓફર હેઠળ બ્રોડબેંડ યૂઝર્સ પહેલા ત્રણ મહિના માટે આ સર્વિસનો લાભ માત્ર 129 રૂપિયામાં લઈ શકે છે.
તમને થશે જબરદસ્ત બચત
જો આ ઓફરની વાત કરીએ તો, આ ગ્રાહકો માટે બેસ્ટ ડીલ છે. કારણ કે, ZEE5 Premium, SonyLIV और Voot Select ના મંથલી સબ્સક્રિપ્શનની કીંમત પણ 49 રૂપિયા છે. એવામાં જો આ 4 સબ્સક્રિપ્શન ચાર્જીસને જોડવામાં આવે તો કુલ 346 રીપિયાનો ખર્ચ આવશે. તો જો તમે BSNL ના આ પ્લાનને લો છો તો તમે માત્ર 129 રૂપિયામાં જ તમામ ચીજોની મજા લઈ શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31