Last Updated on March 1, 2021 by
વૈશ્વિક મહામારીના આ દોરમાં સરકારી નોકરીની (Sarkari Naukri 2021) ડિમાંડ વધી ગઇ છે. જરાં વિચારો જો સરકારી નોકરી સાથે દેશની સેવા કરવાનો પણ મોકો મળે તો તેનાથી સારુ બીજુ શું હોઇ શકે. ભારતીય સેનામાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે સુવર્ણ તક છે. સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) તરફથી રોજગાર સમાચારના માધ્યમથી ભરતી માટે સૂચના જારી કરવામાં આવી છે.
આ પદો પર થઇ રહી છે ભરતીઓ
BSF ભરતી 2021ની સૂચના અનુસાર, સીમા સુરક્ષા દળે ગ્રુપ એ, બી અને સીના પદો પર અરજી મંગાવી છે. તેમાં કેપ્ટન/પાયલટ (DIG), કમાંડેંટ (પાયલટ), ડેપ્યુટી ચીફ એન્જિનિયર, સીનિયર એરક્રાફ્ટ મેંટેનેંસ એન્જિનિયર, જુનિયર એરક્રાફ્ટ મેંટેનેંસ એન્જિનિયર, ઇક્વિપમેંટ ઑફિસર, ઇંસ્પેક્ટર અને ગનર વગેરેના પદો પર ભરતીઓ થઇ રહી છે.
સંભવિત પગારધોરણ
- કેપ્ટન/ પાયલટ: 3.25 લાખથી 3.50 લાખ રૂપિયા
- કમાંડેંટ (Pilot) : 2.8 લાખથી 3.4 લાખ રૂપિયા
- એસએએમ (Inspr) : 1.40 લાખ રૂપિયા
- જેએએમ (SI) : 1.30 લાખ રૂપિયા
- એએએમ (ASI) : 1.20 લાખ રૂપિયા
- ફ્લાઇટ ગનર (Inspr) : 1.55 લાખથી 1.65 લાખ રૂપિયા
- ફ્લાઇટ એન્જિનિયર (SI) અને જૂનિયર ફ્લાઇટ ગનર (JSI) – 1.5 લાખથી 1.55 લાખ રૂપિયા
પદોની સંખ્યા
- કેપ્ટન / પાયલટ (DIG) : 05
- કમાંડેંટ (Pilot) : 06
- એસએએમ (Inspr) : 05
- જેએએમ (SI) : 11
- એએએમ (ASI) : 16
- ફ્લાઇટ ગનર (Inspr) : 05
- ફ્લાઇટ એન્જિનિયર (SI) : 04
- ફ્લાઇટ ગનર (SI) : 04
- કુલ : 53
શૈક્ષણિક લાયકાત તથા પાત્રતા માપદંડ
જે ઉમેદવાર ભારત સરકાર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમોના વિભિન્ન મંત્રાલયો/વિભાગોમાં સેવારત અથવા સેવાનિવૃત્ત છે, તે તમામ અરજી કરવા માટે પાત્ર છે. અથવા તો જે ઉમેદવાર ભારત સરકાર/રાજ્ય સરકાર/જાહેર ક્ષેત્રના ઉપક્રમોના વિભિન્ન મંત્રાલયો/વિભાગોમાં સેવારત અથવા સેવાનિવૃત્ત છે, તે તમામ અરજી કરવા માટે પાત્ર છે.
સૂચના પીડીએફ
બીએસએફ ગ્રુપ એ, બી અને સી પદો માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર સીમા સુરક્ષા દળ દ્વારા જારી બીએસએફ ભરતી 2021 અધિસૂચના જાહેરાત સંખ્યા 1/04/2020(Vol-II)-Pers/BSF/4055ને વાંચી શકે છે. વિસ્તૃત જાણકારી માટે સીમા સુરક્ષા દળની સત્તાવાર વેબસાઇટ bsf.nic.in પર વિઝિટ કરી શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31