GSTV
Gujarat Government Advertisement

અમેરિકામાં આ જાહેરાતથી ભારતીય બજારોમાં આવી તેજી, માત્ર એક જ કલાકમાં થઇ આટલા લાખ કરોડની કમાણી

Last Updated on March 18, 2021 by

અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની જાહેરાત બાદ વૈશ્વિક શેર બજારમાં આવેલ તેજીને કારણે ગુરુવારે ઘરેલુ શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ શરૂઆતના વેપાર દરમ્યાન 495 પોઇન્ટ પર આવી ગયો હતો જયારે નિફટી પણ 150ટી વધુ પોઈન્ટ્સ પર આવ્યો હતો.બજારમાં આવેલ આ તેજીને કારણે બીએસઇના કુલ માર્કેટ કેપમાં 124779 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

બજારો

બીએસઇના કુલ માર્કેટ કેપમાં વધારો

બુધવારે માર્કેટ બંધ થયા બાદ બીએસઇની કુલ માર્કેટ કેપ 2,03,71,252.94 કરોડ હતી. જે ગુરુવારે સવારે 10.13 વાગે વધીને 2,04,96,031.95  કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. અમેરિકન ફેડરલ રિઝર્વની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં રોકાણ કરતા રોકાણકારોને અમુક જ કલાકોમાં લગભગ 1.24 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.

કેમ આવી તેજી?

વાસ્તવમાં અમેરિકન ફેડરલ રિઝર્વએ 2023 સુધી વ્યાજદરો સ્થિર રાખવાના સંકેત આપ્યા હતા. જયારે અમેરિકન જીડીપીમાં વધારો થવાનું અનુમાન લગાવ્યું હતું. અમેરિકાની આ જાહેરાતનો સકારાત્મક સંકેત ભારતીય બજારો પર જોવા મળ્યો હતો. જેનાથી બીએસઇની કુલ માર્કેટ કેપમાં પ્રારંભિક વેપારમાં તેજી જોવા મળી હતી.

બજારની સવારની સ્થિતિ

સેન્સેક્સ સવારે 9.21 વાગે ગત સત્રથી 429.78 પોઈન્ટ્સ એટલે કે 0.86%ના વધારા સાથે 50,231.40 પર વેપાર કરી રહ્યો હતો. જયારે નિફટી ગત સત્રથી 134.55 પોઈન્ટ્સ એટલે કે 0.91%ની તેજી સાથે 14,855.85 પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના 30 શેર્સ પર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ ગત સત્રથી 359.63 પોઈન્ટ્સના વધારા સાથે 50,161.25 પર ખુલ્યું હતું અને પ્રારંભિક વેપાર દરમ્યાન 50,296.35 સુધી ઉછળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના 50 શેર પર આધારિત સંવેદી સૂચકાંક નિફટી ગત સત્રથી 134.20 પોઈન્ટ્સની તેજી સાથે 14,855.50 પર ખુલ્યો હતો અને 14,875.20 સુધી વધ્યો હતો. આ દરમ્યાન નિફટીનું નીચેનું સ્તર 14,835.80 રહ્યું હતું.

શું છે અમેરિકાની જાહેરાત

ફેડરલ રિઝર્વએ અમેરિકાના જીડીપીમાં વાર્ષિક વૃદ્ધિ ડરને 4.2%થી વધારીને 6.5% સુધી રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ બેંકએ ફેડરલ ફંડ રેતને શૂન્યથી 0.25% પર સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહયું છે કે આ નિર્ણયની આગળ પણ અસર થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો