GSTV
Gujarat Government Advertisement

RBIના પૂર્વ ગવર્નર સંભાળશે આ બિસ્કીટ બનાવતી કંપનીની કમાન, પાંચ વર્ષ માટે રહેશે મહત્વના પદ ઉપર

Last Updated on April 1, 2021 by

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને એક ભારતીય કંપનીમાં મહત્વની જવાબદારી મળી છે. બિસ્કીટ અને ડેરી પ્રોડક્ટ બનાવનારી કંપની Britanniaએ ઉર્જિત પટેલને તત્કાલીક રીતે કંપનીના એડિશનલ ડાયરેક્ટર તરીકે નીમ્યા છે. તે આ પદ ઉપર આગામી પાંચ વર્ષ માટે રહેશે.

એક સમાચાર પ્રમાણે શેરબજારને દેવામાં આવેલી જાણકારીમાં બ્રિટાનીયા તરફથી કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2021ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક થઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઉર્જિત પટેલ 31 મરા્ચ, 2021થી 30 માર્ચ 2026 સુધી કંપનીના એડિશનલ ડાયરેક્ટર પદની જવાબદારી સંભાળશે. રઘુરામ રાજનના ગયા બાદ એનડીએ સરકારે ઉર્જિત પટેલને રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવ્યાં હતાં.

2016-18ની વચ્ચે રહ્યાં હતા આરબીઆઈના ગવર્નર

પટેલ 2016-18ની વચ્ચે બે વર્ષ માટે આરબીઆઈ ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તે પહેલા તે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બતા. વર્તમાનમાં તે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક ફાઈનાન્સ એન્ડ પોલીસીના ચેરમેન છે. તે સિવાય તે આર્મી ગ્રુપ ઈન્શ્યોરન્સ માટે ઈનવેસ્ટમેન્ટ એડવાઈઝરની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

IMFમાં પણ કર્યું છે કામ

સરકારી જવાબદારી મળતા પહેલા પૂર્વ ઉર્જિત પટેલ આશરે 15 વર્ષ સુધી દુનિયાના સારી સંસ્થાઓ સાથે કામ કર્યું છે. પટેલે પોતાના કરિયરની શરૂઆત ઈન્ટરનેશનલ મોનેટરી ફંડથી કરી હતી. તે સિવાય ફાઈનાન્સ મિનિસ્ટ્રી માટે કંસલ્ટેંટના રૂપમાં પણ કામ કર્યું છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો