GSTV
Gujarat Government Advertisement

ના હોય/ એક સાથે વરઘોડો લઇ પહોંચ્યા ચાર વરરાજા, લગ્ન મંડપમાં પહોંચ્યા પછી જે થયું એ ચોંકાવનારૂ

વરરાજા

Last Updated on March 29, 2021 by

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હેરાન કરવા વાળો મામલો સામે આવ્યો છે. અહીં એક જ દુલ્હનથી લગ્ન કરવા માટે અલગ અલગ વરરાજા પહોંચી ગયા ત્યારે પછી મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો ત્યાર ઠગાઈના આ મામલાનો ખુલાસો થયો ત્યાર પછી આ જાણી પોલીસ પણ પોતે હેરાન થઇ ગયા.

હારદાના રહેવા વાળા એક વ્યક્તિએ ગુરુવારે લગ્ન કરવા માટે ભોપાલના કોલાર વિસ્તારમાં એક જન કલ્યાણ સમિતિના ઓફિસમાં પહોંચ્યો હતો. અહીં તાળું જોઈ વરરાજા અને એની સાથે આવેલા સગા સંબંધીઓએ આજુબાજુના લોકોને પૂછપરછ કરી તે એમને જણાવવામાં આવ્યું કે અહીં આ નામનું કોઈ રહેતું નથી. ત્યાર પછી એમણે આપેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો તો એ નંબર બંધ હતો.

ચાર વરરાજાઓ સાથે ઠગાઈ

ગડબડીની આશંકા સાથે જયારે વરરાજા અને તેના સબંધી કોલાર પોલીસ સ્ટેશન પોહોચ્યાં ત્યાં ખબર પડી કે ત્યાં પહેલાથી વધુ ત્રણ વરરાજા છે એ જ છોકરી સાથે લગ્ન કરવા પહોંચ્યા હતા. ત્યાર પછી આ મામલે ખુલાસો થયો કે આ ચાર સાથે લગ્નના નામે ઠગાઈ થઇ છે. આ મામલે સીએસપી ભુપેન્દ્ર સિંહે જણાવ્યું કે, હરદાના રહેવાસી વરરાજાએ કોલાર પોલીસ સ્ટેશનમાં ધારા 420 હેઠળ કેસ નોંધાવ્યો છે. તપાસમાં જાણ થઇ કે 3 લોકો આ ગેંગ ચલાવી રહ્યા છે.

ત્રણેય આરોપીની ધરપકડ

ફોન નંબરના આધારે આરોપીઓના સરનામુ કાઢવામાં આવ્યું અને ત્રણેયની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. તેમાં એક સ્ત્રી અને બે પુરુષો છે. છેતરપિંડી કરવાની આ રીત ખૂબ જ શાતિરના હતી. આ લોકો એવા જિલ્લાઓ જય પ્રચાર કરતા હતા જ્યાં પુરુષોના લગ્નમાં ઘણીવાર મુશ્કેલી પડે છે અથવા ભાગ્યે જ તેમને છોકરી મળે છે. તે જિલ્લાઓમાં પ્રચાર દરમિયાન આ લોકો પોતાનો મોબાઈલ નંબર આપતા હતા, જેના પર લોકો દુલ્હનના અભાવ અને લગ્નમાં વિલંબના કારણે ફોન કરતા હતા.

ત્યાંર પછી જ્યારે લોકો ગેંગના લોકો પાસે સંપર્ક કરતા હતા તો તેમને ભોપાલ બોલાવવામાં આવ્યા હતા. ભોપાલ પહોંચવા પર ગેંગનો એક શખ્સ લેબર ચોકથી એક યુવતીને 200 થી 500 રૂપિયામાં લઈ આવતો હતો અને તે છોકરાની સાથે દુલ્હનના રૂપમાં પરિચય કરાવતો હતો. છોકરાઓએ છોકરી ગમી જતી ત્યારે તેમની પાસેથી 20 હજાર રૂપિયા લેવામાં આવતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને આવેલા પીડિત વરરાજાઓ પાસે પણ ગેંગના લોકોએ 20-20 હજાર રૂપિયા વસૂલ્યા હતા. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં તેમના જુના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો