GSTV
Gujarat Government Advertisement

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો: વિદાય ટાણે દુલ્હન એટલુ રોઈ…એટલુ રોઈ કે મોત થઈ ગયું, પરિવારમાં સોપો પડી ગયો

Last Updated on March 6, 2021 by

મોટા ભાગે ભારતીય લગ્નોમાં અંતિમ સમયે લાગણીશીલ દ્રશ્યો સર્જાતા હોય છે. લગ્ન ગીતો અને ડાંસ સાથે હસતા ખેલતા શરૂ થતો આ પ્રસંગ વિદાયમાં આંસૂઓ સાથે ખતમ થાય છે. દિકરીની વિદાય આમ તો, દરેક લોકો ઈમોશનલ કરી દેતી ઘડી હોય છે. જો કે, તાજેતરમાં ઓડિશામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના સોનપુરમાં લગ્નની ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે દુલ્હનનું મોત થઈ ગયું. પોતાની વિદાઈમાં દુલ્હન એટલુ બધુ રોઈ કે, તેને હાર્ટ એટેક આવી ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું.

વિદાયમાં રડતા રડતા બેભાન થઈ ગઈ

સોનપુરના જુલાંડા ગામની મુરલી શાહુની દિકરી રોજીના લગ્ન બલાંગીર જિલ્લાના ટેટલગામ નિવાસી બિસીકેસન સાથે નક્કી થયા હતા. ગુરૂવારે જાન આવી અને રાતે બધા રિવાજો પુરા થયા અને ફેરા પણ લેવાયા. સવારે જ્યારે વિદાયનો પ્રસંગ આવ્યો તો, રોજી પોતાના ઘરવાળાને જોઈ પોક મુકીને રડવા લાગી. વિદાય સમયે દુલ્હન સતત રોયા કરતી હતી, જે બાદ અચાનક બેભાન થઈ ગઈ અને જમીન પર ઢળી પડી.

હોસ્પિટલમાં ડોક્ટર્સે મૃત જાહેર કરી

ત્યાં હાજર લોકોએ રોજીના ચહેરા પર પાણી છાંટ્યુ અને હાથમાં માલિશ કરવા લાગ્યા. જો કે, તેમ છતાં પણ દુલ્હન ભાનમાં આવી નહોતી. ત્યાર બાદ રોજીને તાત્કાલિક ડુંગુરિપાલીના સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી. હોસ્પિટલમાં પહોંચતા ડોક્ટર્સે તેને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયુ હોવાનું જાહેર કર્યુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, પોલીસે હોસ્પિટલ પહોંચીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી ત્યાર બાદ પરિવારને મૃતદેહ સોંપી દીધો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો