Last Updated on March 1, 2021 by
જીવનમાં ઉતાર-ચઢાવ થતાં રહે છે. તેમાંથી એક પ્રેમ, લગાવ, રિલેશનશિપ પણ સામેલ છે. જ્યારે આપણને કોઇનો સાથ મળે છે તો આપણે ખૂબ જ ખુશ રહીએ છીએ, પરંતુ મોટાભાગે વિચાર ન મળવા પર બંને વચ્ચે અંતર વધવા લાગે છે જેના કારણે આપણે એકલતા, નિરાશાનો અનુભવ કરીએ છીએ. લોકો રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય તો કરી લે છે, પરંતુ તેને મોટાભાગે નિભાવી શકતા નથી. અથવા તો એમ કહી શકાય કે રિલેશનશિપમાં આવ્યા બાદ તેઓ એકબીજાના સારા પાસાંઓની સાથે સાથે તેમની ખામીઓથી પણ પરિચિત થવા લાગે છે ત્યારે રિલેશનશિપ વધુ સમય સુધી ટકી શકતુ નથી અને બ્રેકઅપ કરવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ જાય છે. એવામાં આપણે પોતાની જાતને તેમાંથી બહાર કાઢવાનું વધારે મહત્ત્વનું માનીએ છીએ.
કેટલાક ફેરફાર કરીને પોતાના બ્રેકઅપના દુખમાંથી બહાર આવી શકો
જો કે આ દર્દમાંથી બહાર આવવાનું સરળ નથી હોતું. આ દરમિયાન તમે કેટલોય સમય સાથે વિતાવ્યો હશે, કેટલુંય લાઇફ પ્લાનિંગ કર્યુ હશે. જો કે, આ સમયમાં તમે કેટલાક ફેરફાર કરીને પોતાના બ્રેકઅપના દુખમાંથી બહાર આવી શકીએ છીએ. જાણો, કેટલીક એવી ટિપ્સ જે માનસિક તણાવમાંથી બહાર નિકળવવામાં તમારી મદદ કરી શકે છે..
મિત્રોનો સાથ જરૂરી છે
બ્રેકઅપ બાદ તમને એકલતાનો અનુભવ થાય છે અને યાદો હાવી થવા લાગે છે. એવામાં પોતાની જાતને વધારેમાં વધારે બિઝી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. પોતાના લોકોની સાથે અને મિત્રોની સાથે પોતાની તકલીફ શેર કરો. તેમની સાથે સમય પસાર કરો અને જૂના સારા સમયને યાદ કરો.
કેટલીક જરૂરી વસ્તુઓ પરત કરી દો
તમે તમારા એક્સ પાર્ટનરની તમામ વસ્તુઓ તેને પરત કરી દો જે તમને તેની યાદ અપાવે છે. જેમ કે તમને સ્પેશિયલ ફીલ કરાવવા માટે આપેલી કોઇ ગિફ્ટ અને રિંગ વગેરે. તમારી પાસેની રિંગ સાથે કેટલીય લાગણીઓ, યાદો સંકળાયેલી હોઇ શકે છે, એવામાં જો તે તમારી સાથે નથી તો તેમની કોઇ ખાસ વસ્તુઓને યાદગીરી સ્વરૂપે રાખવાથી તમારું દુખ વધશે જ. એટલા માટે તેને તમારી પાસે ન રાખશો.
યાદોને ડિલીટ કરો
જ્યારે તે ખાસ વ્યક્તિ જ ચાલ્યુ જાય જેની સાથે તમને ખાસ લગાવ હતો, ગાઢ સંબંધ હતો તો તેની સાથે સોશિયલ મીડિયા પર પણ કોઇ પ્રકારનું કનેક્શન રાખવું ન જોઇએ. નહીં તો તમે તેમને ભૂલી શકશો નહીં અને બ્રેકઅપનું દર્દ તમને હંમેશા પરેશાન કરશે. એટલા માટે સોશિયલ મીડિયા પર પણ તમે તેની સાથે ફોટો અને અન્ય વસ્તુઓની પોસ્ટ શેર કરી હશે, તેને પણ ડિલીટ કરી શકો છો.
ટ્રિપ પ્લાન કરો
શક્ય છે કે તમે હનીમૂનના જે સપના જોયા હતા તે પૂરા થયા ન હોય, પરંતુ પોતાના ફ્રેન્ડ્સ અને પરિવારની સાથે ટ્રિપ પર જવાની યોજના તો બનાવી જ શકો છો. એટલા માટે આ સમય, જે તમારી પસંદગીની જગ્યા છે ત્યાં ફરવા માટે જઇ શકો છો.
કરિયર પર ફૉક્સ કરો
સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પણ બન્યું હોય તેને ભવિષ્ય માટે સારું જ થયું છે તેમ માનીને સંપૂર્ણ ધ્યાન પોતાના કરિયર પર આપવું જોઇએ. આ કરિયર યોજના પર કામ કરો, જે કોઇ કારણોસર તમે છોડી દીધું હતું અથવા જેના પરથી તમારું ફોક્સ હટી ગયું હતું. કંઇક નવું કરવા માટે તમે જોબ બદલવા વિશે પણ વિચારી શકો છો. જો તેમછતાં પણ તમે તણાવનો અનુભવ કરી રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31