GSTV
Gujarat Government Advertisement

પ્રેરણા / ઉંધા માથા સાથે જન્મયો આ વ્યક્તિ, ડોક્ટરે જીવવાની આશા મુકી દીધી, 44 વર્ષ બાદ આજે છે સફળ એકાઉન્ટન્ટ

Last Updated on March 29, 2021 by

માણસ પોતાની જિજિવિષાના બળ ઉપર કંઈ પણ કરી શકે છે. પરંતુ મનમાં લગન અને નિશ્ચય કર્યો હોય તો માણસ સામે કોઈ પણ પરીક્ષાઓ આવે તેને રોકી નથી શકતી. આવી જ કંઈક બ્રાઝિલના એક વ્યક્તિની વાત સામે આવી છે. આ વ્યક્તિ ઉંધો માથા સાથે જન્મ લીધો હતો અને તેના જન્મ ઉપર ડોક્ટર્સે પણ કહ્યું હતું કે, તે 24 કલાકથી વધારે જીવી નહીં શકે. પરંતુ તે પોતાના મજબુત નિશ્ચયના કારણે આજે દુનિયામાં જાણીતો છે.

ક્લોડિયો વેરા ડે ઓલિવેરા નામનો આ વ્યક્તિનો જન્મ બ્રાઝિલના મોન્ટે કાર્લોમં થયો હતો. જન્મના સમયે ક્લોડિયો ઉંધા માથા સાથે સાથે તમામ શરીર પણ વાકુ હતું. અને ડોક્ટરોએ તેને જીવતો રહેવાની આશા પણ ન હતી. પણ તમામ મુશ્કેલીઓને પાર કરીને ક્લોડિયો હવે એક એકાઉન્ટન્ટ હોવાની સાથે સાથે મોટિવેશન સ્પીકર પણ બની ચુક્યો છે. ક્લોડિયોની માતાનું કહેવું છે કે, તેણે બાળપણથી જ પોતાના બીજા બાળકની જેમ જ જોયો હતો અને તેને પોતાની મરજીથી જિંદગી જીવવા માટે પુરી આઝાદી આપી હતી.

જ્યારે ક્લોડિયોના જન્મ થયો ત્યારે ઘણી મુશ્કેલીઓ હતી. જે બાદ ડોક્ટરે તેની માતાને સલાહ આપી હતી કે, તે ખાવા પીવાનું ન આપે કારણ કે તેની જિંદગી વધારે નહીં ચાલે. પરંતુ આ તમામ મુશ્કેલીઓને પાછળ છોડીને ક્લોડિયો એક સક્સેફુલ એકાઉન્ટન્ટ બન્યો. તે ટીવી જોવે છે, ફોન ઓપરેટ કરે છે અને તેના તમામ કામો કરી લે છે. જે એક સામાન્ય માણસ કરે છે. ક્લોડિયોની સફળતા તે તમામ લોકો માટે એક મિસાલ છે જે નાની નાની મુશ્કેલીઓથી ડરી જાય છે અને પોતાનું જીવન સમાપ્ત કરવા જેવું મોટું પગલું ઉઠાવી લે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો