GSTV
Gujarat Government Advertisement

અબજો કમાતી Appleને લાલચ ભારે પડી ! ચાર્જર વગરના iPhone બદલ કંપનીને આટલા લાખ ડૉલર દંડ

apple

Last Updated on March 23, 2021 by

આઈફોન (iPhone) ઉત્પાદક કંપની એપલને (Apple)બ્રાઝિલમાં વધારે પડતી લાલચ ભારે પડી છે. અહીંની કન્ઝ્યુમર એજન્સીએ કંપનીને 20 લાખ ડૉલરનો દંડ ફટકાર્યો છે, કેમ કે કંપનીએ આઈફોન-12 (iPhone 12)ચાર્જર સહિતની કેટલીક એસેસરિઝ વગર વેચ્યા હતા. અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે પર્યાવરણના હિતમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ ન સર્જાય એટલે કંપની નવા ફોનમાં ચાર્જર-ઈયરફોન જેવી સામગ્રી નહીં આપે. નવો ફોન ખરીદનારા સામાન્ય રીતે આવી એસેસરિઝની અપેક્ષા રાખતા હોય છે.

apple

બ્રાઝિલની એજન્સીના સવાલનો Appleએ ના આપ્યો જવાબ

બ્રાઝિલની એજન્સીએ કંપનીને પૂછ્યું હતું કે આ સામગ્રી નથી આપતા તો પછી ફોનનો ભાવ ઘટાડશો? પણ કંપનીએ તેનો જવાબ આપ્યો ન હતો. એપલ જંગી નફો કરતી કંપની છે અને તેની સામે તેના ફોનની ઉત્પાદન કિંમત ઘણી વાર સાવ ઓછી જોવા મળી છે.

apple

એપલ (Apple)પોતાની પ્રોડક્ટની કિંમત અસાધારણ હદે ઊંચી રાખે છે અને તેનો નફો ખુબ ઊંચો હોય છે. એપલ જે ફોન અમેરિકામાં 729 ડૉલરમાં વેચે છે, એજ ફોન બ્રાઝિલમાં 1200 ડૉલરમાં વેચી રહી છે. એપલની આ ગરબડ બ્રાઝિલ સરકારે ચલાવી લીધી ન હતી. બ્રાઝિલની એજન્સીએ કહ્યું હતું કે એપલે સમજી લેવું જોઈએ કે અમારા દેશની ધરતી પર અમારા કાનૂન ચાલે છે, તેનું પાલન કરવું ફરજિયાત છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો