Last Updated on April 7, 2021 by
બ્રાઝિલના કોરોનાવાયરસને કારણે એકજ દિવસમાં 4000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મૃતકોને દફન કરવાની જગ્યા ખૂટી પડી છે.
બ્રાઝિલમાં કોરોનાને કારણે અનિયંત્રિત પરિસ્થિતિ
બ્રાઝિલમાં, કોરોનાવાયરસનું સંકટ વધી રહ્યું છે. દેશમાં મંગળવારે કોરોનાથી ચાર હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેશમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી એકજ દિવસમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કુલ 4,195 લોકો ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. આ રીતે, બ્રાઝિલમાં કોરોના મૃતકોની સંખ્યા વધીને 3,37,000 ની નજીક પહોંચી ગઈ છે. બ્રાઝિલમાં અમેરિકા પછી કોરોનાથી સૌથી વધુ મોત થયા છે.
મંગળવારે દેશમાં કોરોનાના 86,979 નવા કેસ નોંધાયા છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો કંઇ કરવામાં નહીં આવે તો આ મહિનામાં એક લાખ બ્રાઝિલિયન નાગરિકોને પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે. અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના પ્રોફેસર અને બ્રાઝિલિયન ડોક્ટર મિગુએલ નિકોલિસે કહ્યું કે તે પરમાણુ રિએક્ટર જેવું છે, જેણે ચેન રિએક્શન શરૂ કરી દીધૂ છે અને હવે તે બેકાબૂ બની ગયું છે. તે બરાબર ફુકુશીમા જેવું છે. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, મૃતકોને દફન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આરોગ્ય વ્યવસ્થા નબળી હોવા છતાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય નહીં
બ્રાઝિલ પર વધી રહેલ કટોકટી પછી પણ દેશના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો રોગચાળો ઘટાડવા માટે લોકડાઉન કરવાના વિચારને નકારી રહ્યા છે. બોલ્સોનારોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે વિશ્વના કયા દેશમાં લોકો કોરોનાથી મરતા નથી? ઘણા રાજ્યપાલો, મેયર અને ન્યાયાધીશોએ હોસ્પિટલ દર્દીઓથી ભરાયેલા હોવા છતાં અને દેશની આરોગ્ય પ્રણાલી બરબાદીની ધાર પર હોવા છતાં અર્થતંત્રના કેટલાક ભાગો ખોલવા આગ્રહ કર્યો છે.
આગામી દિવસોમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે
બ્રાઝિલિયન ઇન્સ્ટિટ્યૂટ હેલ્થ પોલિસી સ્ટડીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિગુએલ લાગોએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવી એ એક મોટી ભૂલ હતી. તેમને ડર છે કે આગામી દિવસોમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે. લાગોએ કહ્યું કે હકીકતમાં રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોનું એન્ટી લોકડાઉન વિધાન અત્યાર સુધીમાં જીતતું હોય તેવું લાગે છે. મેયર્સ અને ગવર્નર્સને રાજકીય રૂપે સામાજિક અંતર માટેની નીતિઓ બનાવતા અટકાવવામાં આવી રહ્યા છે. આ લોકો જાણે છે કે નિયમો બનાવવા છતાં, વ્યવસાયથી સંબંધિત લોકો તેને તોડશે.
ઓક્સિજન સપ્લાય અને દવાઓના અભાવને કારણે સેંકડો લોકોના મોત નીપજ્યાં
દક્ષિણ અમેરિકાના આ દેશમાં, આઇસીયુના 90 ટકા પલંગ કોરોના દર્દીઓથી ભરેલા છે. જોકે, આ સંખ્યા છેલ્લા અઠવાડિયાથી સ્થિર રહી છે, પરંતુ ભય ટાળ્યો નથી. હકીકતમાં, ઓક્સિજન સપ્લાય અને દવાઓના અભાવને કારણે સેંકડો લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં, દેશની માત્ર ત્રણ ટકા વસ્તીને રસીના બંને ડોઝ પ્રાપ્ત થયા છે. આને કારણે ચિંતા પણ વધી રહી છે. રસીકરણની સુસ્તી આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે.
ALSO READ
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31