GSTV
Gujarat Government Advertisement

સોશિયલ મીડિયા પર પોતાનો ન્યૂડ ફોટો જોતાં મહિલાના પગ તળેથી ખસી ગઇ જમીન, પતિ પણ રહી ગયો દંગ, જ્યારે હકીકત સામે આવી તો…

ન્યૂડ

Last Updated on March 24, 2021 by

ઑસ્ટ્રેલિયાની એક એનઆરઆઇ પોતાનો ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે કોર્ટના ધક્કા ખાઇ રહી છે. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે પીડિતાની માતાએ ન્યૂડ ફોટો હટાવવા માટે તેલંગાણા હાઇકોર્ટમાં અરજી કરી.

2011માં અપલોડ કર્યો હતો ફોટો, પછી હટાવી દીધો

પીડિતાની માતાએ પોતાની અરજીમાં જણાવ્યું કે તેની દિકરી 2011માં થોડા સમય માટે પોતાના ક્લાસમેટ સાથે રિલેશનશિપમાં હતી. આઠ મહિનામાં તેમના આ રિલેશનનો અંત આવી ગયો. કારણ એ હતું કે તેનો બોયફ્રેન્ડ અવારનવાર યુવતીનું અપમાન કરતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. આ દરમિયાન યુવતી પર તેણે દબાણ કર્યુ અને તેનો ન્યૂડ ફોટો ક્લિક કરી લીધો. પછીથી જ્યારે યુવકે તેમના સંબંધોનો અંત આવતા યુવતીનો ફોટો સોશિયલ મીડિયા પર નાંખી દીધો.

ન્યૂડ

સોશિયલ મીડિયા પર પતિએ જોયો ન્યૂડ ફોટો

એક ફરિયાદ બાદ 2012માં તસવીરો હટાવી દેવામાં આવી, પરંતુ 2019માં ફરીથી તે તમામ તસવીરો જોવા મળી. ન્યૂડ ફોટોઝ જોઇને પતિએ પૂછ્યું કે આ શું છે? ત્યારે પહેલા તો પત્નીએ કહ્યું કે આ તસવીરો હટાવી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે ફરીથી તસવીરો જોવા મળી તો તે દંગ રહી ગઇ.

ઑસ્ટ્રેલિયામાં દિકરા સાથે રહે છે પીડિતા

જજ કે લક્ષ્મણ સમક્ષ પોતાની અરજીમાં પીડિતાની માતાએ કહ્યું કે તેની દિકરીને તેનાથી મુક્ત કરી દેવામાં આવે. જ્યારે પીડિતા ઓસ્ટ્રેલિયામાં પોતાના પાંચ વર્ષના દિકરા અને પતિ સાથે રહે છે. તેણે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના નામ પર બનાવવામાં આવેલા ફેક એકાઉન્ટ અને ન્યૂડ ફોટોઝ હટાવવા માટે લખ્યુ. પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં. ત્યાં સુધી કે તેણે પોલીસનો પણ સંપર્ક સાધ્યો પરંતુ તેનું કોણ પરિણામ ન આવ્યું.

ન્યૂડ

કોર્ટે પોલીસ અધિકારી પાસે માંગ્યો જવાબ

પીડિતાની માતાએ જ્યારે કોર્ટમાં અરજી કરી તો જજે સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશન હાઉસ અધિકારીને પૂછ્યું કે આ કેસમાં ગુનેરાગોને પકડવા માટે અત્યાર સુધી શું પગલા લેવામાં આવ્યા છે? અધિકારીએ જવાબ આપવા માટે 30 માર્ચ સુધીનો સમય માંગ્યો છે.

કોર્ટે ગૂગલ, ટ્વિટરને પણ મોકલી નોટિસ

જજે ગૂગલ, ટ્વિટર અને ફેસબુકને પણ નોટિસ જારી કરી છે કે તે આવા કેસમાં લોકોની પ્રાઇવસીની રક્ષા કરવા માટે સુરક્ષા ઉપાયોની વ્યાખ્યા કરતાં સોગંદનામુ ફાઇલ કરે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો