GSTV
Gujarat Government Advertisement

રોમેન્ટિક સીન કરતાં ભાન ભૂલ્યા હતાં આ સ્ટાર્સ, આ એક્ટરની હરકતથી એટલી ફફડી ગઇ માધુરી કે…

સીન

Last Updated on March 15, 2021 by

બોલીવુડ સ્ટાર્સ રૂપેરી પડદે અનેક પ્રકારના કિરદાર નિભાવે છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. જો કે ઘણીવાર કેટલાંક કિરદારોમાં આ સ્ટાર્સ એટલા ઓતપ્રોત થઇ જાય છે કે તેમને કોઇ વાતનું ધ્યાન નથી રહેતુ. આવુ એક-બે નહીં પરંતુ અનેક સ્ટાર્સ સાથે બન્યુ છે. જ્યારે ફિલ્મમાં રોમેન્ટિક સીન હોય કે ઇન્ટીમેટ સીન આ સ્ટાર્સ બેકાબૂ બની ગયા છે. તો ચાલો તમને જણાવીએ કેટલાંક આવા જ સ્ટાર્સ વિશે જે સીનમાં એટલા મશગુલ થઇ ગયા કે તેમને ડાયરેક્ટરનું કટ પણ સંભળાયુ નહીં.

ટાઇગર શ્રોફ અને જેક્લીન ફર્નાન્ડિસ

સીન

ટાઇગર અને જેક્લીન ફિલ્મ ‘ફ્લાઇંગ જટ’માં સાથે નજરે આવ્યાં હતાં. આ ફિલ્મમાં બંને વચ્ચે અનેક રોમેન્ટિક સીન શૂટ થયા હતા. જો કે સીન દરમિયાન ટાઇગર અને જેક્લીન એકબીજામાં એટલા ખોવાઇ ગયાં કે તેમને કટ જ ના સંભળાયું.  તેવામાં બંને ઘણાં લાંબા સમય સુધી કિસ કરતાં રહ્યાં. આ વાતનો ખુલાસો ફિલ્મના ડાયરેક્ટર રેમો ડિસૂઝાએ એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.

રણબીર કપૂર અને એવલીન શર્મા

ફિલ્મ ‘યે જવાની હે દીવાની’માં એવલિન નાનકડા રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં એક સીન એવો હતો જેમાં રણબીર કપૂરે એવલીનના પગને પાંદડાથી પંપાળવાના છે. જો કે આ સીન કરતાં કરતાં રણબીર એટલો મશગુલ થઇ ગયો કે ડાયરેક્ટના કટ બોલ્યા બાદ પણ તે એવલિનનો પગ પંપાળતો રહ્યો.

વિનોદ ખન્ના-ડિંપલ કાપડિયા

સીન

એક ફિલ્મમાં રોમેન્ટિક સીન દરમિયાન વિનોદ ખન્ના અને ડિંપલ કાપડિયા સાથે જ પણ કંઇક આવુ જ બન્યુ હતું. વિનોદ ખન્નાએ ફિલ્મમાં ડિંપલ કાપડિયાને કિસ કરવાની હતી, તેવામાં શૉટ શરૂ થયા બાદ બંનેનો કિસિંગ સીન શૂટ કરવામાં આવ્યો. જો કે ડાયરેક્ટરના કટ બોલ્યા બાદ પણ વિનોદ ખન્ના ડિંપલને કિસ કરતાં રહ્યા.

જેક્લીન ફર્નાન્ડિસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા

જેક્લીન અને સિદ્ધાર્થ ફિલ્મ ‘અ જેન્ટલમેન’માં સાથે નજરે આવ્યાં હતા. આ ફિલ્મમાં બંનેના ઘણાં ઇન્ટીમેટ સીન શૂટ કરવામાં આવ્યાં હતા. એક રોમેન્ટિક સીન દરમિયાન જેક્લીન અને સિદ્ધાર્થ એકબીજામાં એટલા મશગૂલ થઇ ગયાં કે ડાયરેક્ટરના કટ બોલવા છતાં તેઓ એકબીજાને કિસ કરતાં રહ્યાં.

માધુરી દિક્ષિત અને રણજીત

રૂપેરી પડદાના ખલનાયકના કિરદારમાં જોવા મળતાં રણજીત તો એટલા બેકાબૂ બની ગયાં હતાં કે તેમણે માધુરી દિક્ષિતને ડરાવી દીધી હતી. હકીકતમાં ફિલ્મ ‘પ્રેમ પ્રતિજ્ઞા’ના શૂટિંગ દરમિયાન રણજીત અને માધુરીએ એક રેપ સીન શૂટ કરવાનો હતો. તે સીનને શૂટ કરવામાં રણજીત એટલા મશગૂલ થઇ ગયા હતાં કે માધુરી ડરી ગઇ હતી અને તેમણે રણજીતને ચેતવણી આપી હતી કે તે તેને સ્પર્શ ના કરે. તેવામાં સેટ પર ઘણો વિચિત્ર માહોલ ઉભો થઇ ગયો હતો.  

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો