Last Updated on March 25, 2021 by
કોરોના વાયરસના કેસમાં ફરી એક વાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસોએ ફક્ત લોકોની જ નહીં, પણ સરકારની ચિંતામાં પણ વધારો કર્યો છે. હાલમાં બોલિવૂડ એક્ટર આમિર ખાનનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, એક્ટર ધર્મેન્દ્રના ઘરમાં પણ કોરોના ઘૂસ્યો છે. એક્ટરના ઘરમાં ત્રણ સ્ટાફને કોરોનાનો ચેપ લાગ્યો છે.
કોરોના પોઝિટીવ તમામ કર્મચારીઓને કોરન્ટાઈન કરવામા આવ્યા છે
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ તમામ પોઝિટીવ કર્મચારીઓ હાલમાં કોરન્ટાઈન કરવામાં આવયા છે અને ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આશા છે કે, આ તમામ લોકો જલ્દી સાજા થઈ જશે. ધર્મેન્દ્ર અને તેના પરિવાર કોરોનાને ધ્યાને રાખી સાવધાની રાખી રહ્યો છે. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાય દિવસોથી પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં પર રહી રહ્યો હતો, પણ હાલ તે મુંબઈમાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31