Last Updated on March 22, 2021 by
ડાયાબિટીસની બીમારી કોઇ પણ ઉંમરની વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. આ રોગના કારણે લોકો અનેક બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. શરીરમાં બ્લડ સુગરનું સ્તર જ્યારે વધી જાય છે ત્યારે ડાયાબિટીસથી ગ્રસ્ત થવાનો ખતરો ઘણો વધી જાય છે. આ બીમરી કિડની, હ્રદય, આંખો અને નસોને ડેમેજ કરી શકે છે એટલાં માટે લોહીની શર્કરાના સ્તર પર સંતુલન રાખવું ખૂબ જરૂરી છે.
અનેક વાર લોકોને એ ખ્યાલ જ નથી રહેતો કે તેઓ ડાયાબિટીસની ઝપેટમાં છે. આવું એટલાં માટે કારણ કે તેના લક્ષણ જલ્દી સામે નથી આવતા. આ સાથે જ કેટલાંક લક્ષણ તો આપણી માટે એટલાં અજાણ હોય છે કે જેના વિશે જાણવા મળ્યા બાદ પણ એ સમજણ નથી પડતી કે તે ડાયાબિટીસના લક્ષણ છે.
શરીર પર ડાર્ક પેચ : કોઇ વ્યક્તિના ચહેરા, ગરદન અથવા તો શરીરના બીજા ભાગમાં બ્લેક સ્પૉટ મધુમેહના શરૂઆતના લક્ષણ હોઇ શકે છે. આ સિવાય, અંડર આર્મ્સમાં પણ ડાર્ક પેચ થવા એ ડાયાબિટીસના લક્ષણ હોય છે. તમને જણાવી દઇએ કે, આ એવી સ્થિતિ છે કે જ્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર નોર્મલથી પણ વધારે છે પરંતુ ડાયાબિટીસની સીમાથી ઓછું હોય છે.
લાલ-ભૂરા ધબ્બા : ડાયાબિટીસની બીમારી ચામડીને ખૂબ જ પ્રભાવિત કરે છે એટલાં માટે દર્દીઓમાં સ્કીનનો પ્રોમ્બ્લેમ થવો એ ખૂબ જ સરળ છે. બ્લડ શુગરની માત્રા જ્યારે વધારે થઇ જાય છે તો તેનાથી ચહેરા પર ખંજવાળ, દુ:ખાવો, પિંપલ્સ અને લાલ, પીળા-ભૂરા રંગના ધબ્બા પણ નીકળે છે.
ડાયાબિટીસના અન્ય લક્ષણો
તરસ વધારે લાગવી
વારંવાર પેશાબ જવાની ઇચ્છા
થાક લાગવો
વજનમાં વધારો
ધુંધળું દેખાવું
ઘાનું જલ્દી નહીં રૂઝાવું
મોટાપો
ગળું સુકાવું વગેરે….
શું છે બચવાના ઉપાયો?
- ડાઇટ પર કંટ્રોલ રાખો
- મીઠું ના ખાઓ, સોડા અને ફ્રુટ જ્યુસ પીવાથી બચો
- શારીરિક સક્રિયતા જરૂરી
- યોગ અને વ્યાયામ કરો, સવારે અડધો કલાક બહાર ફરવા જાઓ એ પણ ફાયદાકારક નીવડશે
- વજન પર નિયંત્રણ બનાવી રાખો
- સિગારેટ અને દારૂથી દૂર રહો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31