Last Updated on March 6, 2021 by
ભોપાલથી લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને સારવાર માટે એરલિફ્ટ કરાવીને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. જ્યાં કોકિલાબેન હોસ્પિટલમાં તેમની સારવાર થશે. સાંસદની ઓફિસ તરફથી આ જાણકારી મળી છે.
એક જ મહિનામાં બીજી વાર હોસ્પિટલમાં ભરતી કરાયા
આપને જણાવી દઈએ કે, એક મહિનામાં બીજી વાર સાધ્વીને હોસ્પિટલમાં ભરતી કરાવા પડ્યા છે. આ અગાઉ 19 ફેબ્રુઆરીના રોજ દિલ્હીની એઈમ્સમાં ભરતી કરાવ્યા હતા. એટલુ જ નહીં, ડિસેમ્બરમાં કોરોનાના લક્ષણો દેખાતા તેમને એઈમ્સમાં ભરતી કરાવ્યા હતા.
માલેગાવ બ્લાસ્ટમાં આરોપી
આપને જણાવી દઈએ કે, સાધ્વી પ્રજ્ઞા 2008ના માલેગાવ બોમ્બ ધમાકાની આરોપી છે. આ બ્લાસ્ટમાં 10 લોકો માર્યા ગયા હતા અને કેટલાય લોકો ઘાયલ પણ થયા હતા. સ્વાસ્થ્યના કારણે તેમને 2017માં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેમને જામીન આપી દીધા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને મધ્ય પ્રદેશના ભોપાલથી ઉમેદવાર બનાવ્યા હતા. જ્યાં તેઓ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે 3.6 લાખથી પણ વધારે મતોથી જીત્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31