GSTV
Gujarat Government Advertisement

ના હોય: પશ્ચિમ બંગાળનો જંગ જીતવા માટે આ રમત અપનાવી, વિધાનસભાની ચૂંટણીમાં ચાર સાંસદોને ટિકિટ આપી

Last Updated on March 14, 2021 by

પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે આજે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે ચાર સાંસદોના નામ પણ શામેલ કર્યા છે. જેમણે વિધાનસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ બાબૂલ સુપ્રીયોને ટોલીગંજથી ટિકિટ આપવામાં આવી છે.

તો વળી દિનહાટા સીટથી સાંસદ નીશિથ પ્રમાણિકને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત સાંસદ લોકેટ ચેટર્જી ચુંચુરા સીટથી ચૂંટણી લડશે. ભાજપના રાજ્યસભા સાંસદ સ્વપન દાસ ગુપ્તા તારકેશ્વર સીટથી ચૂંટણી લડશે.

ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ પશ્ચિમ બંગાળ માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે રવિવારે પાર્ટી કાર્યાલયમાં આયોજીત પત્રકાર પરિષદને સંબોધન કરતા આ યાદી જાહેર કરી હતી. ભાજપે ત્રીજા તબક્કા માટે 27 સીટોની જાહેરાત કરી છે. જ્યારે ચોથા તબક્કામાં માટે 36 સીટો છે. ત્યારે હવે ત્રીજા અને ચોથા તબક્કા માટે 63 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

કેટલાય નામી ઉમેદવારોના નામ આ યાદીમાં શામેલ કર્યા

ત્યારે આ યાદી પર નજર કરતા માલૂમ પડશે કે, અશોક લાહિડીને અલીપુરદ્વારથી, રાજીવ બેનર્જીને ડોમજૂરથી, રવીન્દ્ર ભટ્ટાચાર્યને સિંગૂરથી, રાજ્યસભા સાંદસ સ્વપન દાસગુપ્તા તારકેશ્વરથી ચૂંટણી લડશે. એમપી નિશિથ પ્રમાણિક દીનહાટાથી, બાબૂલ સુપ્રીયો ટાલીગંજથી ચૂંટણી લડશે. ચંડીતલાથી અભિનેતા યશ દાસગુપ્તા ચૂંટણી લડશે. અભિનેત્રી પાયલ સરકાર બેહલાથી ચૂંટણી લડશે. ડો. ઈંદ્વનીલ ખાન કસબાથી ચૂંટણી લડશે. અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તી હાવડા શ્યામપુરથી ચૂંટણી લડશે. એમપી લોકેટ ચેટર્જી ચૂંચુડાથી ચૂંટણી લડશે. અંજના બસુ સોનાપુર દક્ષિણમાંથી ચૂંટણી લડશે. હાવડા દક્ષિણમાંથી રંતિસેન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે.

ગત રોજ મળી હતી ચૂંટણી સમિતિની બેઠક

હજૂ ગત રોજ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પાંચ વિધાનસભા ચૂંટણી માટે બાકી રહેલા ઉમેદવારનો નામોને લઈને ચર્ચા માટે બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી અને પાર્ટીના કેટલાય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. ભાજપે બંગાળ ચૂંટણી માટે અગાઉ બે તબક્કાની યાદી જાહેર કરી હતી. જેમાં કેટલાય સુપરસ્ટાર સામેલ છે. આ સાથે જ નંદીગ્રામથી શુભેન્દ્ર અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે, જ્યાં તેમની ટક્કર મમતા બેનર્જી સાથે થવાની છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો