Last Updated on March 27, 2021 by
ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે આરંભિક ઘટાડા પછી ભાવ ફરી ઉંચકાયા હતા. બિટકોઈનના ભાવ ગઈકાલે નીચામાં 50625થી 50630 ડોલરના બે સપ્તાહના તળીયે ઉતર્યા પછી ભાવ ફરી વધ્યાના નિર્દેશો મળ્યા હતા. ગત સાંજે પુરા થયેલા 24 કલાકના ગાળામાં બિટકોઈનના ભાવ નીચામાં 50625થી 50630 ડોલર થયા પછી ઉંચામાં ભાવ 53880થી 53885 ડોલર બોલાઈ મોડી સાંજે 53215થી 53220 ડોલર રહ્યાના સમાચાર હતા.
વૈશ્વિક ખેલાડીઓની નજર ગઈકાલે છ અબજ ડોલરના ઓપ્શન કોન્ટ્રેક્ટોની એકસપાયરી પર રહી હતી તથા ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. બિટકોઈનમાં આજે વેપાર- વોલ્યુમ 60થી 61 અબજ ડોલરનું થયું હતું તથા ભાવ વધતાં કુલ માર્કેટ કેપીટલાઈઝેશન વધી સાંજે 990 અબજ ડોલરની સપાટી વટાવી 993થી 994 અબજ ડોલર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેક્સ નીચો ઉતરતાં ક્રિપ્ટો કરન્સીમાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. બિટકોઈન માટે હવે નીચામાં 50000 ડોલરની સપાટી રસાકસીની ગણાઈ રહી છે. એ તૂટશે તો ઘટાડો વેગ પકડશે અને એની ઉપર ભાવ ચાલશે તો વધઘટે બજાર ઉંચી જતી જોવા મળશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં બેરોજગારીના દાવા ઘટી બાર મહિનાના તળીયે ઉતર્યા છે. પરંતુ ત્યાં હાઉસહોલ્ડ સ્પેન્ડીંગના આંકડા આજે નબળા આવ્યા હતા અને તેના પગલે ડોલરનો ઈન્ડેક્સ બેતરફી ઝોલા ખાતો જોવા મળ્યો હતો. દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ આજે ઘટાડા પછી તેજી જોવા મળી હતી. ઈથેરના ભાવ આજે નીચામાં 1570થી 1575 ડોલર થયા પછી ઉંચામાં 1650થી 1655 ડોલર થઈ સાંજે ભાવ 1640થી 1645 ડોલર રહ્યા હતા.
ઈથેરમાં ગત સાંજે 26થી 27 અબજ ડોલરના સોદા પડયા હતા તથા કુલ માર્કેટ કેપ વધી 189થી 190 અબજ ડોલર નોંધાયું હતું. ભારત સરકારે કંપનીઓને તેમની હસ્તકનો ક્રિપ્ટો કરન્સીનો જથ્થો તથા વ્યવહારો જાહેર કરવા જણાવ્યું છે. આ પ્રશ્નો હવે કંપનીઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર બજારની નજર રહી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31