Last Updated on March 14, 2021 by
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સીની બજારમાં આજે આગ ઝરતી તેજી ફાટી નિકળતાં જોતજોતામાં મોટા ભાવ ઉછાળાઓ વચ્ચે બજારે તેજીના અગાઉના બધા રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવ્યાના નિર્દેશો મળતા ક્રિપ્ટો કરન્સી તથા બિટકોઈનના સમર્થકો ગેલમાં આવી ગયા હતા ત્યારે આવી કરન્સીઓ પર અંકુશો લાદવાની માગણી દેશમાં ફરી જોર પકડતી પણ જોવા મળી હતી.
વિશ્વબજારમાં ક્રિપ્ટો બજારમાં નવા- નવા ખેલાડીઓ દાખલ થતા જોવા મળ્યા છે તથા તેના પગલે આજે બિટકોઈનના ભાવ ઉછળી 60000 ડોલરની સપાટી વટાવી જતાં તેજીનો નવો ઈતિહાસ સર્જાયો હતો. બિટકોઈનના પગલે અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા. બિટકોઈનના ભાવ 24 કલાકમાં છ ટકા ઉછળ્યા હતા. આજે ભાવ ઉંચામાં 60320થી 60325 ડોલર સુધી પહોંચ્યા હતા અને મોડી સાંજે ભાવ 59785થી 59790 ડોલર બોલાઈ રહ્યા હતા.
દિવસ દરમિયાન નીચામાં ભાવ 55405થી 55410 ડોલર નોંધાયા હતા અને ત્યારબાદ ભાવ ઝડપી વધી જોતજોતામાં 60000 ડોલરની સપાટી વટાવી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. બિટકોઈનમાં આજે વેપાર- વોલ્યુમ વધી 67થી 68 અબજ ડોલરને આંબી ગયું હતું તથા કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધી 1100 અબજ ડોલરની રેકોર્ડ સપાટી વટાવી 1120 અબજ ડોલરના મથાળે પહોંચ્યું હતું.
બિટકોઈનમાં પુટ-કોલનો રેશિયો વધી નવ મહિનાની ટોચે પહોંચ્યો હતો. અમેરિકામાં પ્રમુખે 1.90 ટ્રીલીયન ડોલરના જંગી સ્ટીમ્યુલસ પેકેજને એપ્રૂવલ આપતાં તથા વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નીચો ઉતરતાં સોનાના ભાવ સાથે આજે બિટકોઈનના ભાવ પણ ઝડપી ઉછળતા જોવા મળ્યા હતા.
બિટકોઈનના પગલે અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં પણ આજે તેજીનો ચમકારો દેખાયો હતો. ઈથેરના ભાવ આજે નીચામાં 1725થી 1730 ડોલર થયા પછી ઉછળી ઉંચામાં 1895થી 1900 ડોલર થઈ મોડી સાંજે 1875થી 1880 ડોલર બોલાઈ રહ્યા હતા. ઈથેરમાં આજે 32થી 33 અબજ ડોલરના વેપાર થયા હતા તથા કુલ માર્કેટ કેપ વધી 200 અબજ ડોલર વટાવી 216થી 217 અબજ ડોલર થઈ ગયું હતું.
બિટકોઈનના ભાવ 2020માં ગયા વર્ષે માર્ચ મહિનામાં 4000 ડોલર રહ્યા હતા તેમાં ત્યારબાદ અત્યાર સુધીના ગાળામાં 12 મહિનામાં આશરે 1400 ટકાની ભાવ વૃધ્ધિ જોવા મળી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં બિટકોઈનના ભાવ 21મી ફેબુ્રઆરીએ ઉંચામાં 58330થી 58335 ડોલરની નવી ટોચે પહોંચ્યા હતા અને ત્યારપછી ભાવ ગબડી નીચામાં 43000 ડોલર સુધી પછડાયા હતા.
હવે બજાર ફરી ઉછળી છે તથા 60000 ડોલરને આંબી ગઈ છે. આવી મોટી અફડાતફડીથી બજારના ખેલાડીઓમાં વ્યાપક ચકચાર જાગી છે. દરમિયાન બજારનો રિલેટીવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ આરએસઆઈ (14 વિકનો) આજે ઉંચા મથાળે સાવચેતી બતાવતો હતો એ જોતાં ભાવ ઉંચા મથાળેથી શું પાછા ગબડશે? એવો પ્રશ્ન પણ વિશ્વબજારમાં આજે મોડી સાંજે ચર્ચાઈ રહ્યો હતો. આ પૂર્વે 2017- 18માં પણ આવી અફડાતફડી જોવા મળી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31