GSTV
Gujarat Government Advertisement

ફૂડ કંપનીઓએ ફ્રૂટ જ્યૂસના પેકેટ પર દર્શાવવુ પડશે શૂગર લેવલ ! BIS લાવશે નવો નિયમ

Last Updated on April 11, 2021 by

ફૂડ કંપનીઓએ હવે ફળોના રસના પેકેટ પર ‘સ્વીટ ફ્રૂટ જ્યુસ’ અથવા સ્વીટ ફ્રૂટ જ્યુસનું લેબલ લગાવવું પડશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બીઆઈએસ કહે છે કે જો તમને ફળોના રસ માટે પ્રમાણપત્રની જરૂર હોય, તો પછી ખાંડ અથવા સીરપ બેઝ ફ્રૂટ જ્યૂસ પેકેટ પર લખવું પડી શકે છે. બીઆઈએસએ કહ્યું છે કે તે ફળોનો રસ હોય, ફ્રૂટ કંસ્ટ્રેટ, તેમાં ખાંડ એડેડ અથવા સ્વીટેન્ડ ફ્રૂટ જ્યૂસ લખવુ પડશે. જો 1 કિલો જ્યૂસમાં 15 ગ્રામથી વધારે શુગર ભેળવવામાં આવે છે તો શૂગર એડેડ લખવુ પડશે.

જ્યૂસના નામની નીચે જ લખવુ પડશે શૂગરનું લેવલ

BSIનું કહેવુ છે કે, તેનો ઉલ્લેખ ફ્રૂટ જ્યૂસના નામની નજીક જ કરવો પડશે. જેથી તે ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાય. તેમજ એ પણ કહ્યુ કે, તમામ પ્રકારના ફ્રૂટ જયૂસ, ફ્રૂટ પ્યૂરી, ફ્રૂટ નેક્ટર અને તેને સંબંધિત પ્રોડક્ટની માનકતા માટે વ્યાપક સ્ટાન્ડર્ડ બનાવાયા છે. BSIની વેબસાઈટમાં શૂગર લેબલિંગને લઈને પ્રસ્તાવ નાંખવામાં આવ્યો છે. સામાન્ય લોકો તેના પર પ્રતિક્રિયા આપી શકે છે. ફૂડ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા એક એક્સપર્ટ અનુસાર જોકે FSSIના રેગુલેશન BSIના નિયમોથી સમાન છે. પરંતુ શૂગરના પ્રકારે સ્વીટનર્સની માત્રાનું લેબલ પર ઉલ્લેખ કરવાની દ્રષ્ટિએ એક તફાવત છે.

નિયમો એફએસએસઆઈમાં છે પરંતુ નવા ધોરણો જારી કરી શકાય છે

અખિલ ભારતીય ફૂડ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ સુબોધ જિંદાલ કહે છે કે એફએસએસ એક્ટ હેઠળ જ ફૂડ સ્ટાન્ડર્ડના નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી, અલગ અલગ ખોરાકનું ધોરણ બનાવવું માત્ર મૂંઝવણ પેદા કરશે. જો કે, બીઆઈએસએ કહ્યું છે કે સુગર લેબલિંગ ફરજિયાત બનાવતી વખતે, એફએસએસ એક્ટ હેઠળ બનાવેલા નિયમોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો કે, જો નવી દિશાનિર્દેશો હેઠળ આવશ્યકતા હોય, તો સુગર લેબલિંગ સંબંધિત નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો