Last Updated on March 1, 2021 by
એ વાત તો નક્કી છે કે ભારતમાં કોઇ પણ વસ્તુ સાથે જુગાડ જરૂરથી શોધી લેવામાં આવે છે. ત્યારે અહીંના લોકો પણ પોતાની જરૂરિયાતના હિસાબથી કોઇ ને કોઇ ચીજનો જુગાડ નીકાળી જ લે છે. આવું જ તાજેતરમાં બાઇકો સાથે કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં, પેટ્રોલની કિંમતો સતત વધતી જઇ રહી છે અને હવે લોકોએ આ ખર્ચાથી બચવા માટે એક જુગાડ પણ શોધી લીધો છે. હકીકતમાં, હવે લોકો પોતાની બાઇકમાંથી પેટ્રોલની ઝંઝટને ખતમ કરી રહ્યાં છે અને પેટ્રોલ એન્જીનને ઇલેક્ટ્રિક એન્જીનમાં કન્વર્ટ કરી રહ્યાં છે.
જી હાં, હવે અનેક લોકો પોતાની બાઇકમાંથી પેટ્રોલના એન્જીનને હટાવી રહ્યાં છે અને તેની જગ્યાએ બેટરી લગાવી રહ્યાં છે. આનો અર્થ એ થયો કે, હવે તેઓએ ગાડીમાં પેટ્રોલ નંખાવાને બદલે ચાર્જ કરવાનું રહેશે. ત્યાર બાદ વિજળી દ્વારા પોતાની ગાડી ચલાવી શકશે, જે પેટ્રોલ એન્જીનથી ખૂબ જ સસ્તુ પડે છે. એવામાં જાણીએ કે આખરે કેવી રીતે આ પ્રકારે બાઇકને કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે અને તેમાં કેટલો ખર્ચો થાય છે અને આવું કર્યા બાદ લોકોને વધારે ફાયદો પણ થઇ રહ્યો છે…. જો કે, તમને જણાવી દઇએ કે, આવું કરવું ખોટું છે અને આવું કરવા પર તમારે દંડ પણ ભરવો પડી શકે છે.
કેટલો ખર્ચો થશે?
હવે સોશિયલ મીડિયા પર અનેક લોકો પોતાનો પ્રચાર કરી રહ્યાં છે અને એવો દાવો કરી રહ્યાં છે કે તેઓ પેટ્રોલ એન્જીનને ઇલેક્ટ્રિક એન્જીનમાં કન્વર્ટ કરી રહ્યાં છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ લોકો અંદાજે 10 હજાર રૂપિયાનો ખર્ચો જણાવી રહ્યાં છે. આ સાથે જ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બેટરીના હિસાબથી ચાર્જ પણ બદલાઇ જાય છે. આ સાથે જ સ્પીડને લઇને આ મિકેનિકનો એવો દાવો છે કે, તેનાથી બાઇકની સ્પીડ 65થી 70 કિમીની આવે છે.
કેવી રીતે થાય છે કન્વર્ટ?
એવું કહેવાઇ રહ્યું છે કે, ‘પેટ્રોલ એન્જીનને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરીને ગેર બોક્સને નિકાળી દેવામાં આવે છે અને પછી બાઇકનો કંટ્રોલ સીધો જ એક્સિલેટરથી થાય છે. તેનાથી તમારી બાઇક એક પ્રકારની સ્કૂટીની જેમ કામ કરશે અને તમે સ્કૂટીથી પોતાની કાર ચલાવી શકશો. જો કે, આ રીતે સ્કૂટીનું એન્જીન ચેન્જ ના કરી શકાય, એ માટે વધારે ફેરફાર કરવાનો હોય છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આનાથી ખર્ચો પણ વધારે આવે છે.
કેટલો ફાયદો થશે?
હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આની મદદથી તમે બેટરી 2 કલાક ચાર્જ કરી શકો છો અને તેને 40 કિલોમીટર સુધી ચલાવી શકો છો. તે જ સમયે, જો બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે, તો બાઇક 300 કિ.મી. સુધી પણ દોડી શકે છે. આ સિવાય, તમારી બેટરી પર પણ તે નિર્ભર કરે છે.
જો કે આ ગેરકાયદેસર છે
પરંતુ જો તમે આવું કરો છો તો તે ગેરકાયદેસર છે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 52 મુજબ કોઈ પણ મોટર વાહનમાં એટરનેશન કરવું એ કાયદાકીય ગુનો છે. આ નિયમ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ કંપની દ્વારા બનાવવામાં આવેલી કાર અથવા બાઇકમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર ના કરી શકે. જો તે આવું કરે છે તો તે કાનૂદાકીય રીતે ગુનો છે અને તેનો તમારે દંડ પણ ભરવો પડી શકે છે. આ સાથે જ તમારો ઇન્શ્યોરન્સ પણ ખતમ થઇ શકે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31