GSTV
Gujarat Government Advertisement

કપડાં, વાસણ અને પુસ્તકો ખરીદશો તો પણ સરકારી કર્મચારીઓએ ઓફિસમાં કરવી પડશે જાણ, સરકારનો તગલઘી આદેશ

Last Updated on March 27, 2021 by

દેશમાં બિહાર સરકારે લોકસેવાના કર્મચારીઓને સંપત્તિની વિગતો આપવા માટે અનેક તથ્યો જરૂરી દીધાં છે. વિભાગે એ માટે દિશા-નિર્દેશ જારી કર્યો છે. આ આદેશથી ચતુર્થ વર્ગના કર્મચારીઓને અલગ રાખવામાં આવ્યાં છે. પ્રશાસને આ પગલું એ કારણોસર ઉઠાવ્યું છે કારણ કે, કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા વિવરણમાં સંપૂર્ણ જાણકારી નથી મળતી.

PROPERTY

સંપત્તિની સાથે-સાથે કર્મચારીઓએ પ્રત્યક્ષ-પરોક્ષ લોનની પણ જાણકારી આપી રહેશે

નવા આદેશ અનુસાર, કર્મચારીઓને હવે પોતે લીધેલી, વારસામાં મળેલી અને પરિવારના કોઇ પણ સભ્યના નામ પર જારી સંપત્તિના વિશે જાણકારી આપવાની રહેશે. આ સાથે જ કોઇને પટ્ટા આપવામાં આવેલી જમીનને વિશે આપવામાં આવેલી જાણકારીને પણ ફરજિયાત કરી દેવામાં આવી છે. પરિવારના કોઇ પણ સભ્યના નામ પર લેવામાં આવેલા શેર ડિબંચર, નિક્ષેપ પત્ર દ્વારા કરવામાં આવેલા રોકાણની જાણકારી આપવી પણ હવે જરૂરી રહેશે. સંપત્તિની સાથે-સાથે કર્મચારીઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ લોનની પણ જાણકારી આપવાની રહેશે.

30 હજારથી ઓછી જંગમ મિલકતની પણ વિગતો આપવાની રહેશે

કર્મચારીઓને હવે 30 હજારથી ઓછી જંગમ મિલકતની વિગતો પણ એક સાથે જોડીને રજૂ કરવાની રહેશે. આ સાથે જ કપડાં, વાસણ અને પુસ્તકો અને દૈનિક ઉપયોગમાં લેવામાં આવતી ચીજોને પણ શામેલ કરવાની રહેશે. કર્મચારી હવે જાણકારી આપ્યા વગર કોઇ પણ જંગમ સંપત્તિ નહીં ખરીદી શકો.

એક અન્ય આદેશમાં સરકારે કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે. હવે સરકારી કર્મચારીઓના ઘરે બાળક થવા પર વિતરણ ખર્ચ સ્વાસ્થ્ય વિભાગ ઉઠાવશે. આ સહાયતા પહેલાં બે બાળકો સુધી જ સિમિત રહેશે. સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેએ જણાવ્યું કે, ‘અત્યાર સુધી આ સુવિધા અખિલ ભારતીય સેવાઓના કર્મીઓને મળતી હતી. હવે બિહાર સરકાર આ સુવિધા પોતાના કર્મીઓને પણ ઉપલબ્ધ કરાવશે. મળતી જાણકારી અનુસાર, નોર્મલ અને સિઝેરિયન એમ બંને ડિલિવરીના સમયે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો