Last Updated on March 13, 2021 by
બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રાજ્યના મંત્રી રામસૂરત રાય પાસે કરારના દસ્તાવેજ તથા બેંક ડિટેલ દેખાડવા અંગે માંગ કરી હતી. તેજસ્વીએ એ જમીન મુદ્દે આ માંગ કરી જ્યાં બનેલી એક સ્કૂલમાંથી ગત વર્ષે નવેમ્બરમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું કે,‘જે સ્કૂલથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે સ્કૂલ વિશે રામસૂરત રાયે કહ્યું હતું કે- તે સ્કૂલ તેમના ભાઈ હંસલાલ રાયના નામે નથી. પરંતુ વિજળી બિલ તો તેમના ભાઈના નામે જ આવે છે.
સ્કૂલનું નામ રામસૂરતના પિતા અર્જુન રાયના નામે
અમે રામસૂરત રાય પાસે માંગ કરીએ છીએ કે તેઓ દસ્તાવેજ દેખાડે, જો જમીન અમરેન્દ્ર કુશવાહા નામની વ્યક્તિને સ્કૂલ ચલાવવા માટે ભાડે આપી હોય તો તે સંબંધિત ડોક્યુમેન્ટ્સ જાહેરમાં દેખાડે. આ ઉપરાંત સ્કૂલનું નામ રામસૂરતના પિતા અર્જુન રાયના નામે છે.
પોલીસે નેતાના ભાઈને પકડવાને બદલે માહિતી આપનારને જેલમાં નાંખી દીધો
જો સ્કૂલ ચલાવવા અન્યને જમીન ભાડે આપી હોય તો તે મંત્રીના પિતાના નામે સ્કૂલ શા માટે શરૂ કરે.’ તેજસ્વીએ આરોપ લગાવ્યો કે જે વ્યક્તિએ પોલીસને સ્કૂલમાં દારૂનો જથ્થો હોવાની જાણ કરી પોલીસે નેતાના ભાઈને પકડવાને બદલે માહિતી આપનારને જેલમાં નાંખી દીધો. તેજસ્વીએ આ મામલે રામસૂરત રાયના રાજીનામાની માંગ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31