Last Updated on March 21, 2021 by
બિહાર બોર્ડની પરીક્ષા દેશમાં સૌથી ઝડપી કરાવાતી બોર્ડ પરીક્ષા છે. બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ ટૂંક સમયમાં જ આવી જશે. રાજ્યમાં હાલ ઉત્તરવહી ચકાસવાનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યુ છે. ત્યારે હવે ઈંટરમીડિએટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ જે રીતને કલાકારી બતાવી છે, તે જોઈને હસી હસીને લોટપોટ થઈ જશો. કોઈએ દિકરી બનીને લગ્ન માટે મદદ માગી છે, તો વળી કોઈએ બિમારીનું બહાનું બનાવીને પાસ કરી આપવાની લાલચ આપી રહ્યા છે. અમુક ઉત્તરવહીઓ તો એવી છે, જેને વાંચીને હસી હસીને પાગલ થઈ જશો.
બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓની આવી અજબ-ગજબ ફરમાઈશને લઈ ઉત્તરવહી ચકાસતા નિરીક્ષકો પણ ચિંતામાં મુકાયા છે. પ્રશ્નનો જવાબ ન આવતા વાર્તાઓ લખે ત્યાં સુધી તો ઠીક છે, પણ વિદ્યાર્થીઓ ખુદ ઘણી વાર ભગવાનનો ભક્ત, અથવા તો અમુક છોકરીઓ તો, નિરીક્ષકને પોતાની દિકરી સમજીને પાસ કરાવી દેવાની ભલામણ પણ કરતા હોય છે.
લગ્ન તૂટી જશે
પરીક્ષાના પ્રશ્નમાં જવાબની જગ્યાએ એક યુવતીએ લગ્ન ન તૂટે એ માટે પાસ કરવા માટે આજીજી કરી હતી. એક વિદ્યાર્થિનીએ તો, લખ્યુ હતું કે, તેના લગ્ન 26 મેના રોજ છે, જો નાપાસ થયો કે, લગ્ન તૂટી જશે. હું આપની દિકરી જેવું છું, પ્લીઝ પાસ કરી દો.
એકે તો કહ્યુ હું હનુમાન ભક્ત છું !
ભક્તિ આંદોલન પર પ્રશ્ન પૂછાતા એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં લખ્યુ હતું કે, મહાશય સવિનય નિવેદન છે કે, હું બજરંગબલીનો ભક્ત છું, મને ભક્તિ કરવા માટે તારીખ 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી રજા આપવા વિનંતી. પગમાં પડી જઈશ, પણ પાસ કરાવી દો. ત્યારે હવે આવા જવાબ જોઈને નીરિક્ષકો પણ હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.
કોરોનાનું બહાનું કા્ઢ્યું
બિહારમાં બોર્ડની પરીક્ષાને લઈને હાલ ઉત્તરવહી ચકાસણીનું કામ ચાલી રહ્યુ છે. રાજ્યમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે આવા સમયે એક શિક્ષકે જણાવ્યુ હતું કે, વિદ્યાર્થી પ્રશ્નના જવાબની જગ્યાએ કોરોના સંક્રમિત થયો હોવાના કારણે સારી રીતે વાંચી ન શક્યો હોવાનું કારણ જણાવ્યુ હતું. વિદ્યાર્થીઓ અહીં નાપાસ થવાના ડરે બિમારીઓના બહાના બનાવે છે. તો વળી અમુક વિદ્યાર્થીઓ તો પોતાની સમસ્યા જણાવવા માટે ફોન નંબર પણ લખીને આપે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31