Last Updated on March 14, 2021 by
બિહારમાં પબ્લિક ટ્રાંસપોર્ટમાં હવે અશ્લીલ ગીતો વગાડશે તો સરકાર કાર્યવાહી કરશે. આ સંબંધિત બિહાર સરકાર, પરિવહન વિભાગે શનિવારે એક પત્ર જાહેર કર્યો છે. વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આ પત્રમાં સ્પષ્ટ કહેવાયુ છે કે, વાહન ચાલક જો ઓટો, બસ, ટ્રક અને અન્ય વ્યવસાયિક વાહનમાં જો અશ્લીલ ગીતો વગાડશે, તો જિલ્લા પ્રશાસનના સહયોગથી વાહનની પરમિટ રદ કરી દેવામાં આવશે. સાથે જ અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
શરત સાથે નિયમ બનાવ્યો
વિભાગ તરફથી જાહેર કરાયેલા પત્રમાં કહેવાયુ છે કે, 6 જૂલાઈ 2018ના રોજ આયોજીત રાજ્ય પરિવહનની બેઠકમાં પબ્લિક વાહન જેવા ઓટો, બસમાં અશ્લીલ ગીતો/વીડિયો નહીં વગાડવાની પરમિટ શરત સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમુક નિયમો બનાવવામાં આવ્યા હતા. પણ નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવામાં આવતુ નથી.
ધ્વનિ પ્રદૂષણમાં પણ રાહત થશે
આપને જણાવી દઈએ કે, બિહારમાં પબ્લિક ટ્રાંસપોર્ટમાં ભોજપુરી ગીત વગાડવાનું ખૂબ ચલણ છે. આ ગીતોને કારણે એક તો ધ્વની પ્રદૂષણ ખૂબ થાય છે. બીજૂ લોકો અંદર બેઠા બેઠા અસહજતા પણ અનુભવતા હોય છે. ત્યારે આવા સમયે સરકારના આ નિર્ણયથી જનતાને થોડી રાહત થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31