GSTV
Gujarat Government Advertisement

સુપ્રિમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો / ટાટા ગ્રુપનો થયો વિજય, NCLATની અરજી ફગાવી

Last Updated on March 27, 2021 by

સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ ચુકાદામા ટાટા ગ્રુપનો વિજય થયો છે. સુપ્રીમ કોર્ટે સાયરસ મિસ્ત્રીને ફરીથી એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે બહાલ કરવાના નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)નો ચુકાદો ફગાવી દીધો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ એ એસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામસુબ્રાએ જણાવ્યું હતું કે ટાટા ગુ્રપ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ મંજૂર રાખવામાં આવી છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે એનસીએલએટીનો ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯નો ચુકાદો ફગાવી દેવામાં આવ્યો છે. ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે ટાટા ગુ્રપ દ્વારા દાખલ કરવામાં અરજી મંજૂર રાખવામાં આવી છે જ્યારે શાપૂરજી પલ્લોન્જી ગુ્રપ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે ગુ્રપના શેરોનું મૂલ્ય લિસ્ટેડ ઇક્વિટી, સ્થિર અને અન્ય મિલકતોમાં ટાટા સન્સના હિસ્સા પર આધારિત છે. આ તબક્કે અને આ કોર્ટમાં અમે યોગ્ય વળતર અંગે ચુકાદો આપી શકીએ નહીં. આ બાબતમાં અમે બંને પક્ષકારોને આર્ટિકલ ૭૫નો રૃ અથવા અન્ય કાયદાકીય વિકલ્પની મદદ લેવાનું સૂચન કરીએ છીએ.

આ અગાઉ એસપી ગુ્રપે ટાટા જૂથમાં પોતાના હિસ્સાના શેરોનું મૂલ્ય ૧.૭૫ લાખ કરોડ રૃપિયા આંક્યુ હતું. જો કે ગયા વર્ષે ૮ ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ટાટા જૂથે જણાવ્યું હતું કે ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ(ટીએસપીએેલ)માં એસપી જૂથના ૧૮.૩૭ ટકા શેરોનું મૂલ્ય ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ કરોડ રૃપિયાની વચ્ચે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો