GSTV
Gujarat Government Advertisement

દુનિયાભરમાં રહેતા ભારતીયોને સરકારની મોટી ભેટ! હવે યાત્રા દરમિયાન પાસપોર્ટ નહીં રાખવો પડે સાથે,આ નિયમમાં કર્યો બદલાવ

પાસપોર્ટ

Last Updated on March 30, 2021 by

હોળીના અવસરે કેન્દ્ર સરકારે ભારતીય મૂળના નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. હવે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા કાર્ડધારકોને યાત્રા દરમિયાન પોતાનો જૂનો પારપોર્ટ સાથે લાવવાની જરૂર નથી. એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે OCIને લઇને નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. કેન્દ્રએ OCI કાર્ડનો રિન્યુઅલ પીરિયડ 31 ડિસેમ્બર 2021 સુધી વધારતા નવી ગાઇડલાઇનમાં જૂના પાસપોર્ટનું ફરજિયાતપણાના ક્લોઝને હટાવી દીધું છે. આ નિર્ણયથી લાખો ભારતીયોને ફાયદો થશે. હવે ભારતીય મૂળના વિદેશી નાગરિકોને એરપોર્ટ પહોંચ્યા બાદ પાસપોર્ટ પરત નહીં કરવો પડે અને તેમને ઇમરજન્સી વીઝા માટે પણ પરેશાન થવુ પડશે. તેવામાં તેના પર થતો વધારાનો ખર્ચ પણ બચી જશે. સાથે જ સમયની પણ બચત થશે.

જાણી લો OCI શું છે

ભારતના બંધારણ અંતર્ગત ભારતીયોને બેવડી નાગરિકતા મળે છે. પરંતુ નાગરિકતા અધિનિયમ 1955ની ધારા 7બી એક વિશેષ પ્રકારના સમૂહને કેટલીક સુવિધા આપવામાં આવે છે, આ વિશેષ સમૂહને OCI ઓવરસીઝ સિટીઝંસ ઑફ ઇન્ડિયા કાર્ડ ધારક કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો OCI કાર્ડ હોલ્ડર એક ભારતીય મૂળનો વ્યક્તિ છે. જેણે કોઇ અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ચ કરી લીધી છે. OCI કાર્ડધારક તમામ દેશો માટે માન્ય છે, સિવાય આપણા પાડોશી પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે.

ભારત બેવડી નાગરિકતા પ્રદાન નથી કરતા, તેથી OCI કાર્ડ ધારક ભારતનો નાગરિક નથી. આ સુવિધા તે જ દેશોના નાગરિક માટે છે, જ્યાં બેવડી નાગરિકતાની જોગવાઇ છે.

અહીં તમારા મનમાં એક સવાલ ઉઠી રહ્યો હશે કે આખરે NRI અને OCIનું શું ફરક છે? તો તમને જણાવી દઇએ કે કોઇ ભારતીય વ્યક્તિ જે એક ફાઇનાન્શિયલ યરમાં ઓછામાં ઓછા 183 દિવસ વિદેશમાં રહ્યો હોય, તેને NRI કહે છે. OCI કાર્ડ ધારક ભારતના નાગરિક નથી, જ્યારે NRI ભારતનો નાગરિક હોય છે.

પાસપોર્ટ

OCI કાર્ડધારક પાસે ભારતમાં વોટ નાંખવાનો અધિકાર નથી હોતો. OCI પાસે મતાધિકાર હોય છે. OCI કાર્ડધારક કોઇ ચૂંટણીમાં ભાગ ન લઇ શકે. જ્યારે NRI આ કરી શકે છે.

OCI કાર્ડ ધારક કોઇ કૃષિ જમીન પણ ન ખરીદી શકે. જ્યારે NRI કૃષિ જમીન ખરીદી શકે છે. OCI કાર્ડ ધારક પાસે ભારતનો પાસપોર્ટ નથી હોતો, જ્યારે NRI કૃષિ જમીન ખરીદી શકે છે. OCI કાર્ડ ધારક પાસે ભારતનો પાસપોર્ટ નથી હોતો, જ્યારે NRI પાસે ભારતનો પાસપોર્ટ હોય છે.

ચાલો તમને જણાવીએ સરકારના નવા નિર્ણય વિશે…

એક રિપોર્ટ અનુસાર OCI કાર્ડમાં નાગરિકના પોતાના દેશના પાસપોર્ટનો નંબર હોય છે. આ કારણે ત્યાંથી ભારત આવવા પર ભારતીય મૂળના OCI કાર્ડધારક નાગરિકોને કાર્ડ સાથે પાસપોર્ટ પણ રાખવાનો હોય છે, જેથી નંબર મેળવી શકાય. તેની પહેલા તમામ OCI કાર્ડધારકોને પાસપોર્ટ પણ સાથે રાખવો પડતો હતો. હવે તેની જરૂર નહી પડે.

Passport

પાછલા ઘણાં વર્ષોથી આ લોકો સતત તેને બદલવાની ફરિયાદ કરી રહ્યાં હતા. કારણ કે આ નાગરિકોના પાસપોર્ટનો પીરિયડ સમાપ્ત થવા પર તેમના નવા પાસપોર્ટ બની ગયા.

હવે જૂના પાસપોર્ટ સામાન્ય રીતે લોકો સંભાળીને પણ નથી રાખતાં. જ્યારે સરકારે OCI ના નંબરને મેળવવાના કારણે જૂના પાસપોર્ટને પણ સાથે રાખવાનું ફરજિયાતપણુ ખતમ કર્યુ ન હતુ.

સામાન્ય રીતે જૂના પાસપોર્ટના ફરજિયાતપણાના કારણે સેંકડો ભારતીય મૂળના નાગરિકોને એરપોર્ટ પરથી પરત ફરવુ પડતું હતુ. ટિકિટ કેન્સલ, આવવા-જવાનો ખર્ચ, ઇમરજન્સી વીઝા અપ્લાયમાં સમય અને વધારાના પૈસાની બરબાદી પણ તે યાત્રીઓ માટે પરેશાની બની ગઇ હતી.

તેથી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા નવો નિયમ જારી કર્યો છે. સાથે જ OCI કાર્ડ રિન્યૂ કરાવવાના પીરિયડને હવે 31 ડિસેમ્બર 2021 સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો