GSTV
Gujarat Government Advertisement

બિગ બોસ કન્ટેસ્ટન્ટ નિકી તંબોલી થઇ કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી કહ્યું: બધા કરાવી લો ટેસ્ટ

Last Updated on March 19, 2021 by

બિગ બોસ 14ની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી ફાયનાલિસ્ટ મોડેલ અને અભિનેત્રી નિકી તંબોલી શુક્રવારે સવારે કોરોના પોઝિટિવ આવી છે. બીએમસીના નિયમોને ધ્યાનમાં રાખીને તે પોતાના ઘરે જ કોરન્ટાઇન થઇ છે. નિકીએ ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થઇ હોવાની જાણકારી પોતાના ફેન્સને આપી હતી. નિકીએ લખ્યું હતું કે આજે સવારે હું કોવિડ પોઝિટિવ આવી છું.

નિકી તંબોલી

ટ્વીટ કરી નિકી તંબોલીએ આપી જાણકારી

નિકીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, “હું સેલ્ફ કોરન્ટાઇન છું અને ડોક્ટરોની સલાહથી તમામ તકેદારીના પગલાં લઇ રહી છું. છેલ્લા કેટલાંક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાના ટેસ્ટ કરાવી લે. હું તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છું. તમે સુરક્ષિત રહો, હંમેશા માસ્ક પહેરો તમારા હાથ સતત સૅનેટાઇઝ કરતા રહી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો. પ્રેમ કરો અને ખુશ રહો.”

શોમાં કેવું હતું નિકીનું પરફોર્મન્સ

જણાવી દઈએ કે નિકી તંબોલી બિગ બોસ સીઝન 14માં પોતાના પરફોર્મન્સને લઈને ઘણી જ ચર્ચામાં રહી હતી. તેણે ઘણા ટાસ્ક જોરદાર રીતે કર્યા હતા અને પોતાની રણનીતિ અને પરફોર્મન્સને લઈને તે શોમાં ફાયનલ સુધી પહોંચી હતી. શોના ફાયનલ એપિસોડમાં પહોંચવા છતાં નિકી શો નહોતી જીતી શકી અને રૂબીના દિલેક સીઝનની વિનર જાહેર થઇ હતી.

ટૂંક સમયમાં મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે

નીક્કી તંબોલી ટૂંક સમયમાં અપકમિંગ મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. આ તેમનો મ્યુઝિક વિડીયો ડેબ્યુ હશે. આ ઉપરાંત નિકી અન્ય ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરનારી નીક્કી બિગબોસ બાદ ઘણી લોકપ્રિય થઇ ગઈ હતી. બિગબોસ બાદ તેને ઘન પ્રોજેક્ટ્સ મળ્યા છે. જોકે, ફેન્સ નિકીના પહેલા મ્યુઝિક વિડીયોની રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો