GSTV
Gujarat Government Advertisement

ચીની પ્રોજેક્ટ સામે બાઇડેનની નવી યોજના: યુરોપિયન દેશ સાથે મળી ટૂંક સમયમાં લાવશે નવી ઇન્ફ્રા સ્કીમ, ચાઈનીઝ બીઆરઆઈને આપશે ટક્કર

Last Updated on March 28, 2021 by

ચીનના પ્રમુખ શી જિનપિંગ દોઢ દાયકા કરતાં વધુ સમયથી એશિયા અને યુરોપને જોડવા તેમની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) યોજના પર કામ કરી રહ્યા છે. જોકે, હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ચીનની આ યોજના સામે વિશ્વના ખાસ કરીને એશિયા અને યુરોપના લોકતાંત્રિક દેશોને જોડતી અન્ય કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અંગે વિચારણા હાથ ધરી છે. બાઈડેને એક ફોન કોલ પર બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને આ અંગે સલાહ આપી છે.

બિડેન

અમેરિકન પ્રમુખ જો બાઈડેને જણાવ્યું હતું કે, ‘મેં બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સનને સૂચન કર્યું છે કે લોકતાંત્રિક દેશો માટે આપણી પાસે કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના હોવી જોઈએ, જેથી આપણે ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટીવ (બીઆરઆઈ) સામે આ દેશોને મદદ કરી શકીએ. લોકતાંત્રિક દેશોને ચીનની પકડમાંથી બહાર કાઢવા માટે તેની બીઆરઆઈ જેવી કોઈ યોજના આપણી પાસે હોવી જોઈએ. આવી કોઈ યોજના મારફત આપણે આ દેશોને મદદ કરી શકીશું.’

ચીનની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) યોજના વર્ષ ૨૦૧૩માં પ્રમુખ શી જિનપિંગે રજૂ કરેલી અબજો ડોલરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે પૂર્વ એશિયાને યુરોપ સાથે જોડવા અબજો ડોલરની યોજના રજૂ કરી હતી. આ યોજના મારફત ચીને તેના અર્થતંત્રનું નોંધપાત્ર વિસ્તરણ કર્યું અને વિશ્વના અનેક દેશોમાં તેની રાજકીય વગ વધારી છે.

ચીન

બાઈડેને ગુરુવારે જણાવ્યું હતું કે, તેઓ વિશ્વમાં સૌથી શક્તિશાળી દેશ બનવા અમેરિકાને પછાડીને ચીનને આગળ નહીં જવા દે. આ ટીપ્પણી પછી બાઈડેને બોરિસ જોન્સન સાથે વાત કરતાં તેમને આ સલાહ આપી હતી. બાઈડેને આગામી સપ્તાહે અમેરિકન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા અબજો ડોલરની યોજનાનું અનાવરણ કરે તેવી સંભાવના છે. તેમણે કહ્યું કે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બાયોટેક્નોલોજી જેવી નવી ટેક્નોલોજીઓમાં અમેરિકાનું રોકાણ વધારવામાં આવશે.

રેલવે, બંદરો, હાઈવે અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા બીઆરઆઈ પ્રોજેક્ટ્સમાં સહકાર માટે વિશ્વના ૧૦૦થી વધુ દેશોએ ચીન સાથે કરાર કર્યા છે. જોકે, ચીને ગયા વર્ષે કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ૨૦ ટકા બીઆરઆઈ પ્રોજેક્ટ્સ પર ગંભીર અસર થઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો