Last Updated on March 20, 2021 by
કમલનાથ સરકાર પાડી દેવાનું એક વર્ષ પુરુ થતાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક લંચ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ લંચ પાર્ટીમાં મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત તેમના સમર્થક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જોકે, આ સમગ્ર પાર્ટીમાં મીડિયાને દૂર રખાયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, લંચ પાર્ટી દરમિયાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ત્યાં હાજર રહેલા મંત્રીઓ અને ધારાસભ્યોને સંબોધન કરતા પણ દેખાયા હતા.
મુખ્યમંત્રી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોડાયા
આ અવસરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ત્તત્કાલિન કોંગ્રેસ સરકાર પર બરાબરના પ્રહારો પણ કર્યા હતા. સિંધિયાએ કહ્યુ હતું કે, એક એ સરકાર હતી, અને એક આ સરકાર છે. પહેલા મંત્રીઓને કહેવાતુ હતું કે, ચાલો…ચાલો..મળવાનો સમય નથી. જ્યારે હવે સરકાર પાસે સમય જ સમય છે. સૌની વાત સાંભળવામાં આવે છે. શિવરાજ સિંહે જણાવ્યુ હતું કે, અમારી સરકારમાં કોઈ પણ મંત્રી પાસે વિકાસ કામો માટે પૈસાની કોઈ કમી નથી. સૌ સાથે મળીને પ્રદેશને આગળ લઈ જઈશું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31