GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર: ભિવંડીમાં 41 વર્ષના વ્યક્તિનું કોરોના વેક્સિન લીધા બાદ થયું મોત, પરિવાર શોકમગ્ન

Last Updated on March 4, 2021 by

મહારાષ્ટ્રના ભિવંડીમાં  ૪૧ વર્ષના શખસે કોરોનાની રસી લીધા પછી વેક્સિનેશન સેન્ટરમાં જ તેનું મૃત્યુ થયું હતું. ભિવંડીના એક આંખના ડોક્ટરને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા સુખદેવ મહિપતી કિર્દને ગઇ કાલે કાળતઘર પરિસરન ભાગ્યનગરના વેક્સિનેશન સેન્ટરમાં રસી લીધા પછી તરત જ મૃત્યુ થયું હતું. હજી સુધી મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી.

હજી સુધી મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી

મહારાષ્ટ્રમાં ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી ૨૦ લાખ ૪૩ હજાર ૩૪૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ ૯૩.૭૭ ટકા છે. રાજ્યમાં હાલમાં રિકવરીનું  પ્રમાણ બે ટકા ઘટી ગયું છે.

મહારાષ્ટ્રમાં ૩૫૫૯ દરદી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

રાજ્યમાં હાલમાં ૩,૬૦,૫૦૦ દરદી હોમ  ક્વોરન્ટીન કરાયા છે. અને ૩૭૦૧ સંસ્થાત્મક ક્વોરન્ટીન કરાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઇમાં કોરોનાના નવા ૧૧૨૧ કેસ નોંધાયા છે. અને ૬ દરદીના મોત થયા હતા. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩,૨૮,૭૪૦ થઇ છે. જ્યારે મરણાંકની સંખ્યા ૧૧૪૮૨ થઇ છે.

corona

વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

મુંબઇમાં ૭૩૪ દરદીઓ સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી અત્યાર સુધી કોરોના ૩૦૬૩૭૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. જ્યારે કોરોના ૧૦૦૧૦ દરદી સક્રીય છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો