Last Updated on March 16, 2021 by
ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે એક પારદર્શી અને ગ્રાહક અનુકૂળ મેકેનિઝ્મ(ODR) વિકસિત કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મુજબ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)એ BHIM UPI પર UPI હેલ્પની શરૂઆત કરી છે. આ હેઠકળ હવે BHIM યુપીઆઈ એપ ઉપયોગકર્તા માત્ર એમની સમસ્યાનું નિવારણ એક સારી અને પરેશાની વગર થઇ શકશે. તમને જણાવી દઈએ કે UPI એટલે યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એમાં તમને મદદ કરે છે. આ મોબાઈલ ફોન દ્વારા એક ખાતા માંથી બીજા ખાતામાં પૈસા મોકલવાની સુવિધા આપે છે. એપ દ્વારા પેમેન્ટ માત્ર મોબાઈલથી કરી શકાય છે. યુપીઆઈનો ઉપયોગ કરવા માટે તમારી પાસે મેમ્બર બેન્ક એકાઉન્ટ હોવું જોઇએ. એટલે તમારી બેન્ક યુપીઆઈ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
શરુ થયું નવું હેલ્પલાઈન ડેસ્ક
યુપીઆઈ હેલ્પના માધ્યમથી BHIM UPI ઉપયોગકર્તા નિમ્નલિખિત કર્યો માટે એપનો ઉપયોગ કરી શકે છે.
- પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન માટે સ્થિતિની તપાસ કરવી
- એવા લેવડ-દેવળ માટે ફરિયાદ કરવી જેમાં પ્રોસેસ કરવામાં નથી આવી અથવા ધન લાભાર્થીને મળી નથી
- મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનથી સંબંધિત ફરિયાદ નોંધાવો
યુપીઆઈ હેલ્પના માધ્યમથી વ્યક્તિ-થી-વ્યક્તિ(P2P) લેવડ-દેવળ માટે ફરિયાદને ઓનલાઇન નિવેડો લાવી શકાય છે. એ ઉપરાંત, લંબાયેલ ટ્રાન્ઝેક્શન મામલે જ્યાં ઉપયોગકર્તા કોઈ કાર્યવાહી નથી કરતું, તો યુપીઆઈ એપ પર લેવડ-દેવળની અંતિમ સ્થિતિને ઓટો અપડેટ કરવાનો પણ સતત પ્રયાસ કરશે.
આ બેંકોના ગ્રાહકોને મળશે લાભ
શરૂઆતી રીતે NPCIએ ભારતીય સ્ટેટ બેન્ક, એક્સિસ બેન્ક, HDFC બેન્ક અને ICICI બેંકના ગ્રાહકો માટે BHIM એપ પર આ સેવા શરુ કરી દીધી છે. જલ્દી પેટીએમ બેન્ક અને TJSB સહકારી બેન્કના ગ્રાહકો આ સેવાનો લાભ લઇ શકશે. યુપીઆઈ માં ભાગ લેવા વાળી અન્ય બિવેનકમાં ઉપયોગકર્તાઓ આગામી મહિનામાં યુપીઆઈ હેલ્પ લાઈનનો લાભ લઇ શકશે.
ODRને શરુ કરવાની આરબીઆઇની પહેલ ગ્રાહકોને વિશ્વાસપૂર્વક ચુકવણીને અપનાવવા અને કેશલેસ લેવડ-દેવળના રસ્તા પર ચાલવા માટે પ્રેરિત કરી રહો છે. અન્ય બેન્ક પણ ગ્રાહક સંરક્ષણ માટે ફોક્સ્ડ ડિજિટલ પેમેન્ટ ઈકોસીસ્ટમ બનાવવા માટે યુપીઆઈને લાગુ કરવા તૈયાર થઇ રહ્યા છે. આ સેવા એક ફ્યુચર-પ્રુફિંગ ગ્રાહક ફરિયાદ નિવારણ તંત્ર માટે ટેક્નોલોજી અને ઇનોવેશનના મેળનું એક સારૂ ઉદાહરણ છે.
યુપીઆઈ હેલ્પની શરૂઆત પછી નિશ્ચિત રૂપથી વધુ ઉપયોગકર્તા પહેલા કરતા વધુ વિશ્વાસ સાથે યુપીઆઈ ટ્રાન્ઝેકશન કરી શકશે અને આ હેઠળ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને અપનાવવા વાળા લોકોની સંખ્યામાં સારો વધારો થવાની સંભાવના છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31