GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો બાદ હવે વેપારીઓ શરૂ કરશે મોદી સરકાર સામે આંદોલન, એક મહિનાના વિરોધની તારીખો કરી જાહેર

Last Updated on February 28, 2021 by

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ- કૈટ દ્વારા 26 ફેબ્રુઆરીએ કરાયેલા ભારત બંધની જાહેરાતને સફળતા મળ્યા બાદ હવે તેઓ જીએસટી તથા ઈ-કોમર્સના મુદ્દે આગામી 5 માર્ચથી 5 એપ્રિલ સુધી તમામ રાજ્યોમાં આંદોલનને આગળ વધારશે. કૈટે જણાવ્યું કે,‘આ બંને મુદ્દા દેશના 8 કરોડ વેપારીઓ સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યાંસુધી આ બંને મુદ્દાઓનો તાર્કિક ઉકેલ નથી આવતો ત્યાં સુધી વેપારીઓનું સમગ્ર દેશમાં આંદોલન ચાલતું રહેશે.

હાલ દેશના વેપારીઓ જીએસટીની જોગવાઈઓ અને ઈ-કોમર્સમાં વિદેશી કંપનીઓની મનમાનીથી ત્રાસી ગયા છે. હવે તેઓ કાં તો પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવીને રહેશે અથવા પોતાના ધંધાઓ બંધ કરવા મજબૂર થશે.’

કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા તથા રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે,‘તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 275થી વધુ ટોચના નેતાઓ સાથે મળી સર્વસમ્મતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે આ બંને મુદ્દે કેન્દ્ર સરકાર સાથે વાત કરવામા આવશે. જ્યારે આ મુદ્દે રાજ્ય સરકારો પોતાની જવાબદારીથી બચી શકે નહીં. રાજ્ય સરકારોએ પોતાના હિતો અને હઠને કારણે જીએસટીના સરળ નિયમોને વિકૃત બનાવવામાં કોઈ કસર છોડી નથી. તેથી હવે તમામ રાજ્યોને આ મુદ્દે ઘેરવા મોટાપાયે અને આક્રમક આંદોલન ચલાવવામાં આવશે.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો