Last Updated on March 26, 2021 by
આજકાલની બિઝી લાઇફસ્ટાઇલના કારણે લોકોમાં વજન વધવાની સમસ્યા જોવા મળી રહી છે. લોકો ડાયેટિંગ અને એક્સરસાઇઝ દ્વારા પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે. મેદસ્વીતા જો જરૂર કરતાં વધી જાય તો તે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. શું તમે જાણો છો કે ડિનર એટલે કે રાતના ભોજનનો ટાઇમ સુધારીને તમે વજન કંટ્રોલ કરી શકો છો?
ભોજનનું સાયન્સ સમજવુ જરૂરી
1960ના દશકના જાણીતા ન્યુટ્રિશનિસ્ટ એડેલ ડેવિસે કહ્યું હતું કે, સવારનો નાસ્તો રાજાની જેમ, બરોપનું ભોજન રાજકુમારની જેમ અને રાતનું ભોજન કંગાળની જેમ કરવુ જોઇએ. આ વાતને આજના ન્યુટ્રિશનિસ્ટ પણ ફોલો કરે છે. દિવસે ભોજનનો ટાઇમ ફિક્સ કરવો જરૂરી છે. વજન ઘટાડવા માટે એકવારમાં જ વધુ ખાવાના બદલે ઓછુ-ઓછુ ખાવા પર ફોકસ કરવુ જોઇએ. આ પ્રકારના મીલ્સ વચ્ચે ગેપ હોવો પણ જરૂરી છે.
ડિનર ટાઇમનો રાખો ધ્યાન
વજન ઘટાડવાના પ્રયાસમાં લાગેલા લોકો ઘણીવાર મીલ્સ સ્કિપ કરવા લાગી જાય છે. મોટાભાગના હેલ્થ અને ફૂડ એક્સપર્ટ્સનું કહેવુ છે કે દિવસનું કોઇપણ મીલ સ્કિપ કરવા પર શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી થવા લાગે છે. ફિટ રહેવા માટે જરૂરી છે કે ટાઇમ પર બેલેન્સ્ડ ડાયટ લેવામાં આવે. રાતે સૂતા પહેલા કંઇ ખાવા-પીવાનું ટાળવુ જોઇએ. સારા સ્વાસ્થ્ય અને વજન ઘટાડવા માટે જરૂરી છે કે સૂવાના આશરે 3 કલાક પહેલા સુધીમાં ડિનર કરી લેવુ જોઇએ.
સૂતા પહેલા ખાવાથી વધે છે વજન
જો તમે વજન ઓછુ કરવા માગતા હોય તો સાંજે 7થી 7.30ની વચ્ચે ભોજન કરવાની આદત પાડી લો. ખરેખર, રાતે સૂતા પહેલા ખાવાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. તેનાથી ઉંઘ આવવામાં પણ પરેશાની થાય છે. આ ઉપરાંત રાતે મોડુ ડિનર કરવાથી પણ વજન ઝડપથી વધે છે.
રાતે હેલ્ધી અને હળવુ ભોજન જરૂરી
ઘણાં લોકો રાતે સ્નેક્સ, ફાસ્ટ ફૂડ અથવા આઇસક્રીમ, પેસ્ટ્રી જેવા ડેઝર્ટ્સનું સેવન કરે છે. સૂતા પહેલા અનહેલ્ધી અથવા મીઠી વસ્તુઓ ખાવા-પીવાથી વજન વધવાની સમસ્યા થવા લાગે છે. તેનાથી બ્લડ શુગરનું લેવલ પણ ઘણુ વધી જાય છે. રાતે ડિનર તરીકે ખીચડી અને દલિયા જેવી હળવી અને હેલ્ધી વસ્તુઓ ખાવી જોઇએ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31