GSTV
Gujarat Government Advertisement

Women’s Day 2021: મહિલાઓ માટે બેસ્ટ છે આ સરકારી નોકરીઓ, ફટાફટ કરી દો અરજી, નહીં રહે ભવિષ્યની કોઇ ચિંતા

નોકરી

Last Updated on March 8, 2021 by

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 (International Women’s Day 2021) છે. 1921 થી દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થીમ ‘વુમન ઇન લીડરશીપ: અચિવિંગ એન ઇક્વલ ફ્યૂટર ઇન અ કોવિડ -19 વર્લ્ડ’ (Women in Leadership: Achieving An Equal Future In A COVID-19 World) છે. આ થીમ વર્ષ 2020-21માં વિશ્વવ્યાપી કોરોના મહામારી સામે લડવામાં મહિલાઓની ભૂમિકા અને આગામી સમયમાં મહિલાઓને સમાન તકો આપવા માટે સમર્પિત છે.

નોકરી

મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રણી

આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે અને ટીમનું નેતૃત્વ કરી રહી છે. તેમ છતાં, એવી ઘણી નોકરીઓ છે, જે સામાન્ય રીતે મહિલા ઉમેદવારો માટે યોગ્ય માનવામાં આવે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 ના શુભ અવસરે જાણીએ તે સરકારી નોકરીઓ માટે વિશે, જેના માટે અરજી અથવા ભરતીની પ્રક્રિયા ચાલુ છે. આ સમયમાં, સરકારી નોકરી મેળવનારી મહિલા ઉમેદવારો માટે આ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. માર્ચ 2021 માં આ નોકરીઓ માટે અરજીઓ કરી શકાય છે.

આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર

આઇઆઇટી કાનપુર(IIT Kanpur Recruitment)માં ડીન ઑફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑફિસમાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરના પદ પર કામ કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્ય ઉમેદવારોએ 9 માર્ચ, 2021 ના ​રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં અરજી કરવાની રહેશે.

નોકરી

સ્પેશિયલ એજ્યુકેટર (પ્રાઇમરી) અને અન્ય પદોની ભરતી

દિલ્હી સબઓર્ડિનેટ સેવા પસંદગી બોર્ડ (ડીએસએસએસબી) એ સ્પેશિયલ એજ્યુકેશન (પ્રાઇમરી) અને અન્ય કુલ 1809 જગ્યાઓની ભરતી માટે જાહેરાત જારી કરી છે. ઉમેદવારો ડીએસએસએસબીની ઑફિશિયલ વેબસાઇટ પર 15 માર્ચથી પૂરા પાડવામાં આવેલા ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ દ્વારા અરજી કરી શકશે.

બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીની ભરતી

બિહાર લોક સેવા આયોગ (બીપીએસસી) એ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં વિકાસ પ્રોજેક્ટ અધિકારી (સીડીપીઓ) ની કુલ 55 ખાલી જગ્યાઓ પર ભરતી માટે પાત્ર ઉમેદવારોની અરજીઓ મંગાવી છે. ઉમેદવારો બી.પી.એસ.સી. ની ઑફિશિયલ વેબસાઇટ, bpsc.bih.nic.in પર ઉપલબ્ધ ઑનલાઇન એપ્લીકેશન ફોર્મ દ્વારા અરજી કરી શકશે.

ભરતી

શિક્ષકોની બમ્પર ભરતી

શિક્ષક ભરતી 2021 ની નોટિફિકેશનની (Secondary Education Assam Graduate Teacher Recruitment 2021) રાહ જોતા યુવાનો માટે સારા સમાચાર છે. આસામના માધ્યમિક શિક્ષણ નિયામકે અનેક પોસ્ટ્સ પર શિક્ષકોની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ, યોગ્ય અને રસ ધરાવતા ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકે છે. ઑફિશિયલ વેબસાઇટની લિંક પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2021 નક્કી કરવામાં આવી છે. આ વેકેન્સી હેઠળ, ગ્રેજ્યુએટ ટીચર (સંસ્કૃત) ની 241 જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

15,508 શિક્ષકોની ભરતી

ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓમાં 15,508 શિક્ષકોની પોસ્ટ ખાલી છે. શિક્ષક પસંદગી પ્રક્રિયા અંતર્ગત રાજ્યની 4500 થી વધુ સહાયતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી (યુપી ટીજીટી પીજીટી ભરતી 2021) કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ સેવાઓ પસંદગી બોર્ડે તેની ઑફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કર્યુ છે.

ભરતી

ભારતીય સેનામાં નર્સિંગ કોર્સમાં પ્રવેશ

ભારતીય સેનાએ બી.એસ.સી. નર્સિંગ 2020 કોર્સ (મિલિટરી નર્સિંગ સર્વિસ 2021) માં પ્રવેશ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઇચ્છુક અને યોગ્ય મહિલા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે. નોંધનીય છે કે આ કોર્સ ભારતીય સૈન્યના સશસ્ત્ર સૈન્ય તબીબી સેવાઓ કોલેજોમાં કરાવવામાં આવે છે. વિભાગે 2021 માં શરૂ થતાં ચાર વર્ષના બી.એસ.સી. નર્સિંગ કોર્સ માટે મહિલા ઉમેદવારોની અરજીઓ મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ છે.

કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ

મોટાભાગના લોકો કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોને ભણાવવાના સપના ધરાવે છે. આવી સ્થિતિમાં જો તમને ત્યાં નોકરી મળે, તો પછી તેનાથી વધુ સારુ શું હોઇ શકે. કેન્દ્રીય વિદ્યાલય (કેવીએસ ભરતી 2021) માં નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે સુવર્ણ તક છે. કેન્દ્રીય વિદ્યાલયે પીઆરટી, ટીજીટી, પીજીટી ટીચીંગ અને નોન-ટીચીંગ પોસ્ટ્સ માટે પાર્ટ ટાઇમ / કોન્ટ્રેક્ટ બેસિસના આધારે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સ માટે ઇન્ટરવ્યુ સોમવાર, 8 માર્ચ 2021 થી શરૂ થઈ રહ્યા છે. ચાલો તમને જણાવી દઈએ કે આ પદો માટે દેશભરમાંથી ક્યાંયથી પણ અરજી કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો