Last Updated on April 2, 2021 by
શું તમે એક મહિનાના પોતાના પગાર અને નાની કરન્સી નોટ્સમાં લેવા માગો છો ખરેખર નહીં. પરંતુ મુંબઈમાં આશરે 40 હજાર કર્મચારીઓને તેનો પગાર 5 અને 10 રૂપિયાના સિક્કામાં મળ્યાં છે. આ કર્મચારીઓની સાથે આવું પહેલી વખત નથી થઈ રહ્યું. જ્યારે તેણે મહીનાનો પગારનો કેટલોક ભાગ કોઈ બેગ કે કોથળામાં ભરીને ઘરે લઈ જવું પડી રહ્યું છે. જો કે બૃહદમુંબઈ ઈલેકટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓનો પગારમાંથી 15 હજાર રૂપિયાના સિક્કાની કરેન્સીના રૂપમાં મળ્યાં છે.
BESTએ આ કર્મચારીઓને 15 હજાર રૂપિયા સુધીનો પગાર સિક્કામાં આપ્યો છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બેસ્ટની પેનલ સદસ્ય સુનિલ ગનચાર્યે બુધવારના રોજ કમેટી બેઠકમાં સવાલ ઉઠાવ્યો છે કે, આખરે કેમ કરોડો રૂપિયાની રોકડને બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કરવામાં નથી આવી રહી ? પાછલા બે મહિનામાં આ કેશ મુંબઈના વડાલા સ્થિત BESTના કેશ રૂપમાં રાખવામાં આવ્યો છે.
સ્ટ્રોંગ રૂમમાં મોટી સંખ્યામાં પડી છે રોકડ
તેણે કહ્યું છે કે, ટિકિટ કલેક્શન ઉઠાવવા માટે જાન્યુઆરી મહિનામાં બેંકોની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારસુધી એવું કશું થયું નથી. BESTના સ્ટ્રોંગરૂમ અને ડેપોમાં મોટી સંખ્યામાં રોકડનું કલેક્શન પડ્યું છે. BESTના એક સિનિયર અધિકારીએ જણાવ્યું છે કે, 40 હજાર કર્મચારીઓને ટિકિટ કલેક્શનના માધ્યમથી એકઠા કરવામાં આવેલા પૈસામાંથી પગારની ચૂકવણી કરવામાં આવી છે. તેમાં 5 અને 10 રૂપિયાના સિક્કા અને 50 તથા 100 રૂપિયાની નોટોનો સમાવેશ થાય છે. બેંકની સાથે કોન્ટ્રાક્ટ કર્યાં બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે, ટિકિટ કલેક્શનમાંથી મળનારા પૈસા બેંકમાં ડિપોઝીટ કરવામાં આવશે. કર્મચારીઓને તેનો પગાર બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે. પરંતુ અત્યારસુધી આવું થયું નથી. આ જ કારણે આ કર્મચારીઓે માર્ચ મહિના માટે 15 હજાર રૂપિયા સુધીનો પગાર આ સિક્કા અને નોટ્સના માધ્યમથી આપવામાં આવ્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31