Last Updated on February 27, 2021 by
જો તમે કોઈ એવો ડેટા કોલિંગ પ્રીપેડ પ્લાન સર્ચ કરી રહ્યા છો જેમાં તમને 28 દિવસ માટે ડેટા અને કોલ કરવાની સુવિધા પણ મળી રહી હોય તો દેશ ટોપ ટેલિકોમ કંપનીઓ તમને ઓફર આપી રહી છે. રિલાયન્સ જીયો, વોડાફોન અને એરટેલ તમને સૌ પ્રથમ પ્રીપેડ પ્લાનમાં સુવિધા આપી રહી છે. લગભગ તમામ કંપનીઓ તમને સૌથી સસ્તા 129 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને એક મહિના માટે ડેટા અને કોલિંગ જેવી સુવિધાઓ આપી રહી છે. તો આવો જાણીએ આ પ્લાનની સમગ્ર ડિટેલ.
JIOનો 129 રૂપિયાનો પ્લાન
JIOના સૌથી સારા પ્લાનમાં આ પ્લાન પણ સામેલ છે. કંપનીની વેબસાઈટ પર આ પ્લાનનો Afforfeble Packesની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 129 રૂપિયાના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ સાથે જ 300 SMS અને જીયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે. આ પ્લાન ઓછો ડેટા ઉપયોગ કરતા લોકો માટે સારો છે.
Vodafone-Ideaનો 129 રૂપિયાનો પ્લાન
તમને વોડાફોન-આઈડિયામાં પણ 129 રૂપિયાનો પ્લાન મળી જશે. જો કે, આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળી રહી છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 300 SMS અને 2 GB ડેટા પણ મળે છે. આ પ્લાનમાં તમને કોઈ પણ પ્રકારનું સબસ્ક્રિપ્શન મળશે નહીં.
Airtelનો 129 રૂપિયાનો પ્લાન
એરટેલના આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી મળી રહી છે. તેમાં તમને 2 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા મળે છે. તમને આ પ્લાનમાં Amazon Primeનું ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સટ્રીમનું સબસ્ક્રિપ્શન અને વિંક મ્યૂઝિકની સુવિધા મળે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31