Last Updated on March 27, 2021 by
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના અમુક સમય અગાઉ જ ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારીની કાર પર કાંથીમાં હુમલો થયો હતો. આ હુમલા સમયે સૌમેન્દુ કારમાં નહોતા. કારના ડ્રાઈવરને ઈજા થઈ છે. આ હુમલાનો આરોપ ટીએમસી પર લગાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મેદિનીપુર જીલ્લાના ગારઘેટા વિધાનસભા ક્ષેત્રમાં સીપીએમ ઉમેદવાર સુશાંત ઘોષ પર પણ હુમલો કરાયો હતો.
Under the leadership of TMC block president Ram Govind Das and his wife poll rigging was underway at three polling booths. My arrival here created problem for them to continue with their mischiefs so they attacked my car and thrashed my driver: Soumendu Adhikari, BJP leader. pic.twitter.com/KpfelNmB0T
— ANI (@ANI) March 27, 2021
ગાડી પર હુમલો થયો
નંદીગ્રામથી ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેંદુ પર હુમલાની ખબરો આવી રહી છે. હુમલા પર અધિકારી ભાઈઓમાના એક દિબ્યેંદુએ કહ્યુ હતું કે, ટીએમસીના બ્લોક પ્રેસિંડેટે સુમેંદુની ગાડીને તોડી, ડ્રાઈવરને માર્યો. અમે આ અંગે પોલીસને જણાવ્યુ છે. સૌમેંદુને કોઈ ઈજા થઈ નથી.
મિદનાપુરમાં પણ ફાયરિંગની ઘટના
પશ્વિમ બંગાળમાં ચૂંટણી ટાણે જ ફાયરિંગની ઘટના સામે આવી છે. પૂર્વી મદિનાપુરમાં ફાયરિંગ થતા બે સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા.ભાજપના કાર્યકર્તાઓ સામે બુથ પર ઘુસવાનો આરોપ છે. મતદાન શરૂ થયાના થોડા કલાકો બાદ જ હિંસક ઘટનાઓ સામે આવી હતી. ઇજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31