GSTV
Gujarat Government Advertisement

દાવ ઉલટો પડ્યો/ મમતા બેનરજીએ અમિત શાહની સભાનું ટેલિકાસ્ટ થવા ના દીધું, બંગાળમાં દેખાડી તાકાત

Last Updated on March 16, 2021 by

અમિત શાહની સોમવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભા હતી. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી કે અમિત શાહની દરેક સભાનું ટીવી ચેનલો પર લાઈવ ટેલીકાસ્ટ થાય છે પણ સોમવારે શાહની સભાનું લાઈવ ટેલીકાસ્ટ ના થયું. બંગાળમાં ઘણી ચેનલોએ શાહની સભાનું લાઈ ટેલીકાસ્ટ કરાશે એવી જાહેરાત કરેલી પણ સભા શરૂ થઈ પછી પ્રસારણ ના કરાયું.

ભાજપ અને શાહને તેમની જ દવાનો ડોઝ આપી દીધો

આ મુદ્દો ભાજપમા ચર્ચાસ્પદ બન્યો છે. મમતાએ પોતાની તાકાતનો ઉપયોગ કરીને ભાજપ અને શાહને તેમની જ  દવાનો ડોઝ આપી દીધો હોવાનું ભાજપના નેતા માને છે. બંગાળમાં સત્તા ટકાવવા મરણિયાં બનેલાં મમતા ભાજપના પ્રચારને ખોરવી નાંખવા હજુ આવા તો કેટલાય દાવ ખેલશે એવું ભાજપના નેતા માને છે.

બંગાળમાં ભાજપની તરફેણમાં સંપૂર્ણ લહેર નથી

ભાજપના નેતા સ્વીકારે છે કે, બંગાળમાં ભાજપની તરફેણમાં સંપૂર્ણ લહેર નથી તેના કારણે મીડિયા અવઢવમાં છે અને ખુલ્લેઆમ ભાજપની તરફેણમાં બહાર નથી આવતું. અત્યાર લગીના તમામ ઓપિનિયન પોલમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસ પાતળી બહુમતીથી જીતશે એવી આગાહી કરાઈ હોવાથી પણ મીડિયા ભાજપનું ખુલ્લું સમર્થન નથી કરતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો