GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટીપ્સ / જાણો તરબૂચ ખાવાથી થતા આ 7 ફાયદાઓ વિશે : તેના ફાયદાઓ જાણશો તો રહી જશો દંગ, સ્ટ્રેસથી જોડાયેલુ છે કનેક્શન

તરબૂચ

Last Updated on March 17, 2021 by

માર્કેટમા આ દિવસોમાં તરબૂચના ઢગલા જોવા મળશે ઉપરથી થોડુ કડક તરબૂચમાં અંદરથી પુરી રીતે પાણીથી ભરેલુ હોય છે. તમે લાલ રંગ જોઈને તરબૂચ ખીરીદી લો છો. તરબૂચ ખૂબ જ ગુણવાન ફળ છે. તે શરીરીમા પાણીની ઉણપને દૂર કરે છે તેમજ કેટલીક બીમારીઓને પણ દૂર કરે છે. તરબૂચ ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. સાથે જ તે વાળ અને સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. આજે અમે જણાવીશુ તરબૂચના ફાયદા વિશે.

જાણો તરબૂચ ખાવાના ફાયદા

  • તરબૂચમાં લાઈકોપિન મળી આવે છે. જે ત્વચાની ચમક માટે ફાયદાકારક હોય છે.
  • હ્રદય સંબંધી બીમારીઓને રોકવામાં તરબૂચ એક રામબાણ ઉપાય છે. તે હાર્ડને લગતી સમસ્યાઓને દૂર કરે છે. તે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છે.
  • તરબૂચ ખાવાથી મગજ શાંત રહે છે. અને ગુસ્સો ઓછો આવે છે. તરબૂચની તાસીર ઠંડી હોવાથી તે મગજને શાંત રાખે છે.
  • તરબૂચમાં વિટામિન અને મિનરલની માત્રા વધારે હોવાના કારણે તે શરીરીની ઈમ્યૂન સિસ્ટમને પણ સારી રાખે છે. તેમાં રહેલા વિટામિન A આંખો માટે ફાયદાકારક છે.
  • તરબૂચના બી પણ ઘણા કામના હોય છે. તેના બીજોને પીસીને ચેહરા પર લગાવાથી સ્કિન ગ્લો કરે છે. તરબૂચને ચેહરા પર રગડવાથી નિખાર આવે છે. સાથે જ બ્લેકહેડ્સ પણ દૂર થાય છે. તેમજ તેના બીનો લેપ લગાડવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
  • તરબૂચના નિયમિટ સેવનથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે. પેરની સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. સાથે જ લોહિની ઉણપ થવા પર તેનો જ્યૂસ ફાયદાકારક નીવડે છે.
  • તરબૂચ ખાવાથી થાક દૂર થાય છે. અને શરીરને આરામ મળે છે. તેમજ તણાવ ઓછો કરવામાં પણ મદદ મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો