Last Updated on March 26, 2021 by
ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે તેથી જો તમને મીઠુ ખાવાનું પસંદ હોય પણ તમે કેલરી વધવા અને વજન વધવાની ચિંતા હોય તો તમે ખાંડને બદલે ખજૂરનો ઉપયોગ કરી શકો છો. વિટામિન, પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખજૂર, એક એવુ ડ્રાયફ્રૂટ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને અનેક રોગોને દૂર રાખે છે. જો ખજૂર સંપૂર્ણપણે સુકાઈ જાય છે તેને ખારેક કહેવામાં આવે છે. ખજૂરને શક્તિનો શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે.
ખજૂર વાળુ દૂધ કેવી રીતે બનાવશો?
આમ તો, દૂધ અને ખજૂર બંને અલગ છે પરંતુ ખૂબ ફાયદાકારક છે અને જ્યારે તેઓ સાથે સેવન કરવામાં આવે છે, તો તેના ફાયદા બમણા કરતા વધારે થાય છે. જો તમે ઇચ્છો, તો તમે 1 ગ્લાસ ગરમ દૂધ સાથે 2-3 ખજૂર ખાઈ શકો છો અથવા 1 ગ્લાસ દૂધમાં 4-5 ખજૂર નાંખીને 10-15 મિનિટ સુધી ધીમી આંચ પર ઉકાળો. જ્યારે ખજૂર દૂધમાં સારી રીતે ભળી જાય, ત્યારબાદ તેને આચ પરથી ઉતારી લો અને જ્યારે થોડુ ઠંડુ થઇ જાય ત્યારે તેનું સેવન કરો.
દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા
કબજિયાતની સમસ્યા દૂર કરે છે-
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી કબજિયાતની સમસ્યા હોય, તો પછી ખજૂર વાળુ દૂધ એ રામબાણ ઇલાજ જેવું છે. તેમાં પુષ્કળ ફાઇબર હોય છે, તેથી તે પાચનતંત્રને શુદ્ધ કરે છે, તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે-
ખજૂરમાં ફાઇબર તેમ જ પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે રક્ત વાહિનીઓને રિલેક્સ કરવામાં મદદ કરે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ સાથે, ખજૂર કોલેસ્ટરોલને પણ ઓછુ કરે છે. જ્યારે બીપી અને કોલેસ્ટરોલ નિયંત્રણમાં રહે છે, ત્યારે હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.
સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક-
આયર્નથી ભરપૂર ખજૂર સગર્ભા સ્ત્રી અને તેના બાળક બંને માટે ફાયદાકારક છે. તે સગર્ભા સ્ત્રી માટે લોહી અને દૂધ બનાવવા માટે મદદ કરે છે. એકંદરે, ખજૂર સાથે દૂધ ગર્ભાવસ્થામાં ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે-
ખજૂરમાં નેચરલ સુગર હોય છે અને તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે, તેથી તે બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યારેક અને મર્યાદિત માત્રામાં ખજૂર ખાઈ શકે છે.
નબળાઇ દૂર કરે-
કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ વગેરેથી સમૃદ્ધ ખજૂરનું સેવન કરવાથી ત્વરિત ઉર્જા મળે છે અને નબળાઇ દૂર થાય છે. આ સિવાય દૂધ અને ખજૂર સાથે લેવાથી હાડકા પણ મજબૂત બને છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31