Last Updated on April 10, 2021 by
મોટા ભાગના ઘરોમાં કપૂરનો ઉપયોગ પોઝિટીવ વાઈબ બનાવવા માટે થતો હોય છે. માનવામાં આવે છે કે, કપૂરથી નેગેટિવ એનર્જી ખતમ થઈ જાય છે. એટલા માટે પૂજામાં લોકો કપૂર સળગાવે છે અને ઘરને શુદ્ધ રાખતા હોય છે. પણ કપૂર ઉપરાંત તેના અન્ય કેટલાય ફાયદાઓ છે. જેના ભાગ્યે જ લોકો જાણતા હશે. આજે અમે આપને જણાવી દઈએ કે, કપૂરના તેલના ફાયદાથી આપની સ્કિન અને તબિયત માટે કેટલુ ઉપયોગી છે.
કપૂર તેલના છે અનોખા ફાયદા
વાળમાં ખોડો અને જૂ દૂર થાય છે
એવું કહેવાય છે કે, કપૂરનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. કપૂર અને નારિયેળ તેલની સાથે ભેળવીને રાખો. બાદમાં રાતમાં તેને માથા પર મસાજ કરો અને સવારે શેમ્પુ કરો. તેનાથી ખોડો અને જૂ માથામાંથી દૂર રહેશે.
ચહેરા પર ગ્લો લાવવામાં કરશે મદદ
કપૂર તેલ આપના ચહેરા પર ખોવાયેલો ગ્લો પાછો લાવવામાં મદદગાર સાબિત થશે. તેના માટે આપે બસ કપૂર તેલમાં ગુલાબજળ ભેળવવાનું રહેશે અને બાદ પેસ્ટ ઘાટી બનાવીને ફેસ પૈકની માફક લગાવાનું રહેશે. તે સુકાતા જ ઠંડા પાણીથી ફેસ વોશ કરી લો. નિયમિત રીતે આવુ કરવાથી આપનો ચહેરો નિખરવા લાગશે.
ડાઘા, નિશાન પણ ખતમ થઈ જશે
આપના ચહેરા પર ડાઘ અને ડ્રાઈનેસને કપૂરનું તેલ દૂર કરે છે. તેના માટે નારિયેળ તેલ અને કપૂર જ કામ આવે છે. તેને બસ થોડી વાર ચહેરા પર મસાજ કરો. આપના ડાઘા નિકળી જશે.
ખિલ કરે છે દૂર
આપના ફેસના એક્ને અને પિંપલ્સને દૂર કરવા માટે કપૂરનું તેલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના માટે આપે બસ કોટન બોલની મદદથી ફેસ પર કપૂરનું તેલ લગાવો. તેનાથી ખિલ અને ફોલ્લીઓ દૂર કરવામાં મદદ મળશે.
ફાટેલી એડીઓને પણ કરે છે રિપેર
ફાટેલી એડિયોને સાજી કરવા માટે આપે ફક્ત બે ચમચી કપૂરનું તેલ અને તેમાં એક ટબમાં થોડુ પાણી લઈને તેમાં ભેલવી દો. ત્યાર બાદ 20 મીનિટ સુધી ટબમાં પગ રાખીને બેસી રહો. આપની એડિઓ મજબૂત થઈ જશે.
લૂ લાગતા આવે છે કામમાં
લૂથી રાહત માટે કપૂર એક કારગર ઉપાય છે. તેના માટે નારિયેળ તેલમાં ભેળવો અને આ તેલથી બોડી મસાજ કરો. તેનાથી બોડી કુલ રહે છે અને લૂ નથી લાગતી.
બળતરાથી રાહત થશે
કપૂર ઠંડુ હોય છે. એટલા માટે ક્યારેક હલ્કુ એવુ સળગી જાય તો, પણ કપૂરના તેલથી આરામ મળે છે. એટલા માટે કપૂરના તેલમાં ચંદન પાઉડર મિક્સ કરી લો. ત્યાર બાદ તેને એફેક્ટેડ એરિયા પર લગાવો. તેનાથી બળતરા ઓછી થઈ જશે.
ઘર પર પણ બનાવી શકો છો કપૂર તેલ
કપૂર તેલ બનાવવાની એક ખૂબ જ સરલ વિધિ છે. તેના માટે આપને 50 ગ્રામ કપૂર લેવાનું રહેશે અને 100 ગ્રામ નારિયેલ નવસેકા પાણીમાં તેલ નાખો. બાદમાં બોટલને રાતભર ભરીને રાખી મુકો. સવારે બોટલ હલાવીને રાખો. આપનું કપૂર તેલ તૈયાર થઈ જશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31