Last Updated on February 25, 2021 by
અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝની ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ નારાજ છે. આ બાબતે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને કોચે મેચ રેફરી સમક્ષ ફરિયાદ પણ કરી છે. એક અહેવાલ પ્રમાણે ઈંગ્લેન્ડ ટીમના પ્રવક્તાએ કહ્યું હતું કે, ટીમના કેપ્ટન અને મુખ્ચ કોચે મેચ રેફરી જવાગલ શ્રીનાથને ફરિયાદ કરી હતી કે, ત્રીજા અમ્પાયરના નિર્ણયોમાં સાતત્ય અને એકરુપતા હોવી જોઈએ. મેચ રેફરીએ પણ કહ્યું હતું કે, ઈંગ્લેન્ડના કેપ્ટને અમ્પાયર સમક્ષ ઉઠાવેલા સવાલો યોગ્ય હતા.
You decide. @bbctms pic.twitter.com/ZhWzkg3l6B
— PRAKASH WAKANKAR (@pakwakankar) February 24, 2021
ઈંગ્લેન્ડની ટીમ બે નિર્ણયોને લઈને નારાજ છે. પહેલા મામલામાં સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર ઓપનર ગિલ સ્લિપમાં બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. જોકે કેચ બરાબર પકડાયો છે કે બોલ જમીનને અડકી ગયો છે તે ચેક કરવા માટે અમ્પાયરે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી અને તેમાં થર્ડ અમ્પાયર શમસુદ્દીને માત્ર એક જ એંગલથી રિપ્લે જોયા બાદ ગિલને નોટ આઉટ આપ્યો હતો. જોકે બીજી રિપ્લેમાં દેખાયું હતું કે, અમ્પાયરનો નિર્ણય સાચો હતો.
બીજા કિસ્સામાં રોહિત શર્મા સામે વિકેટ કિપર બેન ફોક્સે સ્ટમ્પિંગની અપીલ કરી હતી અને ત્રીજા અમ્પાયરે રોહિતની ફેવરમાં નિર્ણય આપ્યો હતો. જેના પગલે મહેમાન ટીમની નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી રહી હતી. ઈંગ્લીશ ખેલાડીઓની દલીલ હતી કે, થર્ડ અમ્પાયરે બીજા કોઈ એંગલથી રિપ્લે જોયા વગર રોહિતને નોટ આઉટ આપી દીધો હતો. પહેલા દિવસની રમત પૂરી થયા બાદ ઈંગ્લેન્ડ ટીમના ઓપનર ક્રાઉલીએ પણ સવાલો ઉઠાવ્યા હતા.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31