Last Updated on March 23, 2021 by
છેલ્લા કેટલાય દિવસોથી સરસવના ભાવમાં આવેલા ઉછાળાના કારણે કિચનનું બજેટ પ્રભાવિત થયું ચે. લોકડાઉનની સ્થિતી ધીમે ધીમે સામાન્ય થતાં સરસવની ડિમાન્ડ વધાવા લાગી હતી, જેના કારણે ભાવ મજબૂત થયા હતા. છેલ્લા એક વર્ષમાં સરસવના ભાવમાં 31 ટકા ઉછાળો આવ્યો છે. જો કે, હવે રાહતના સમાચાર એ છે કે, હોળી પહેલા ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થયો છે. ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં લગભગ ત્રણથી ચાર રૂપિયા પ્રતિ કિલોએ ઘટાડો થયો છે. ટૂંક સમયમાં જ માર્કેટમાં તેની અસર જોવા મળશે.
જાણો આજે કેટલુ સસ્તુ થયું તેલ
શનિવારે સરસવ તેલ, રિફાઈંડની સાથે પામોલિનના ભાવમાં પણ ઘટાડો થયો છે. સરસવ તેલનો ભાવ ઘટીને 2200 રૂપિયા ડબ્બો થઈ ગયો છે. આ અગાઉ સરસવ તેલના ભાવ વધીને 2270-2280 રૂપિયા 15 કિલોનો ડબ્બો અને રિફાઈંડનો ભાવ વધીને 2150 રૂપિયા 15 લીટર ડબ્બાના થયા હતા. ત્યારે હવે તૂટીને સરસવ તેલમાં 140-150 રૂપિયાથી બે રૂપિયા ઓછા થવાના અણસાર છે. તો વળી રિફાઈંડ તેલમાં 2125 અને પામોલિન તેલના ભાવ ઘટીને 2050 રૂપિયા ડબ્બો થઈ જશે. પહેલા પામોલિન તેલના ભાવ 2130-2140 રૂપિયા વધીને 15 કિલો ડબ્બો થઈ ગયો હતો. ત્યારે હવે રિફાઈંડ તેલમાં એક-બે રૂપિયા અને પામોલિન તેલમાં ત્રણ-ચાર રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
આ વખતે સરસવ ઉત્પાદનમાં 14 ટકાનો વધારો રહેવાનો અણસાર છે. મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેરના સેકંડ એડવાંસ્ડ એસ્ટીમેટ અનુસાર આ વખતે 1.04 કરોડ ટન સરસવનું ઉત્પાદન થવાનું અનુમાન છે. જ્યારે ગત વર્ષે આ આંકડો 91.2 લાખ ટન હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31