GSTV
Gujarat Government Advertisement

ફટાફટ કરો/ 1 એપ્રિલ પહેલા પતાવી લેવો આ પાંચ કામ, નહિ તો થશે મોટું નુકસાન

એપ્રિલ

Last Updated on March 13, 2021 by

એક એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થવાની છે. એવામાં કેટલાક જરૂરી કામ બચેલા દિવસોમાં પતાવી લેવો નહિ તો નુકશાન થઇ શકે છે. ઇનકમ ટેક્સમાં છૂટ મેળવવા માટે રોકાણ અને આધારને પાન સાથે લિંક કરવા જેવા જરૂરી કામ તમારે આ મહિને કરવાના છે. સાથે જ તમે ઘર ખરીદવા માટે સસ્તી લોનનો પણ ફાયદો થશે.

ઇનકમ ટેક્સમાં છૂટ માટે રોકાણ

સ્કીમ

જો તમે ચાલુ કારોબારી વર્ષમાં ટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવા ઈચ્છો છો તો એને 31 માર્ચ સુધી નિકાલ કરવું પડશે. ઇનકમ ટેક્સ એક્ટને ઘણા સેક્સન જેવા 80સી અને 80ડી હેઠળ કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ પર ટેક્સ છૂટ આપવામાં આવે છે.

Aadhaar-PAN લિંક કરાવી લવો

pan

પાનકાર્ડને આધારે લિંક કરાવવા માટે છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમને 31 માર્ચ સુધી પોતાના પણ કાર્ડને આધાર સાથે નહિ લિંક કર્યો તો એ બંધ થઇ જશે. અને ફરી ચાલુ કરાવવા માટે મોટો દંડ ચૂકવવો પડશે.

સસ્તા હોમ લોન પર ફાયદો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), HDFC, કોટક મહિન્દ્રા અને ICICI બેંકે હોમ લોનના વ્યાજ દર ઓછા કરી દીધા છે. જો તમે ઓછા દર પર હોમ લોન લેવા માંગો છો તો તમારે 31 માર્ચ 2021 સુધી એપ્લાય કરવું પડશે. આ સ્કીમ હેઠળ SBI, HDFC અને ICICI બેન્ક 6.70% વ્યાજ પર લોન આપી રહી છે. કોટક મહિન્દ્રા બેન્ક 6.65% વ્યાજ પર હોમ લોન આપી રહી છે.

પીએમ કિસાનમાં રજીસ્ટ્રેશન

PM Kisan samman nidhi scheme

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી 7 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલી આપવામાં આવ્યા છે. જે લોકોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાવી શક્યા, તેઓં જો 31 માર્ચ પહેલા એપ્લાય કરી દે છે અને એમના એપ્લિકેશનને સ્વીકાર કરી લેવામાં આવે તો હોળી પછી તેમને 2000 રૂપિયા મળશે, જે એપ્રિલ અથવા મે સુધી ખાતામાં આવી જશે. આ યોજના હેઠળ સરકાર વાર્ષિક 6000 રૂપિયા 2-2 હજારના 3 હપ્તામાં આપે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનો મોકો

જો તમે ખેડૂત છો અને અત્યાર સુધી તમે કિસાન ક્રેડિટ કાર્ડ નથી બનાવ્યો તો નિરાશ થવાની જરૂરત નથી. સરકાર 31 માર્ચ સુધી અભિયાન ચલાવવા કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જે ખેડૂતોએ હજુ સુધી નથી બનાવ્યો તો નજીકની બેન્ક શાખામાં સંપર્ક કરી શકો છો. એના માટે સરકારે KCC બનાવવાની પ્રક્રિયા સરળ કરી દીધી છે. હવે ખેડૂતોને એક ખુબ સરળ ફોર્મ ભરવાનું રહેશે અને 15 દિવસની અંદર એમને કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો