GSTV
Gujarat Government Advertisement

Perfect Superfood/ ન્યુટ્રીશનનો પાવર હાઉસ છે આ વસ્તુ, ઉનાળામાં ખાવાથી થશે સ્વાસ્થ્યને આ 8 ફાયદા

ઉનાળા

Last Updated on March 31, 2021 by

ઉનાળામાં બીટ ખાવાના ઘણા ફાયદા જણાવવામાં આવે છે. આ માત્ર ડેમેજ સ્કિનમાં જીવ નાખવાનું કામ કરે છે. પરંતુ લો હિમોગ્લોબીનના લેવલને પણ દુરુસ્ત કરે છે. હાઈ ન્યુટ્રીશન વેલ્યુ, પાણી અને જીરો ફેટ જેવી ખાસિયત આ ઉનાળામાં આને પરફેક્ટ સુપરફુડ બનાવે છે. આવો ઉનાળામાં બીટ ખાવાના 8 ફાયદા અંગે જણાવીએ.

ભરપૂર ન્યુટ્રીશન

જો તમારું હિમોગ્લોબીન કાઉન્ટ લો છે તો ડોક્ટર ડાઈટમાં બીટ સામેલ કરવાની સલાહ આપે છે. બીટ લગભગ દરેક પ્રકારના વિટામિન અને મિનરલથી ભરેલું હોય છે. જે આપણા શરીર માટે ખુબ જરૂરી છે. આ પોટેશિયમ અને ફોલેટનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે. એમાં હાજર નાઇટ્રેટ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

હ્ર્દયના રોગોથી રાહત

ડોક્ટર્સ કહે છે કે બીટનું જ્યુસ રેગ્યુલર પીવાથી કાર્ડિયોવસ્ક્તયુલર ડિસીઝ એટલે હ્ર્દય સાથે જોડાયેલા રોગોનું જોખમ ઓછું થાય છે. એમાં હાજર નાઇટ્રેટ, નાઇટ્રેટ ઓક્સાઇડમાં બદલીને રક્ત વાહિનીઓને ડાઈલેટ કરવાનું કામ કરે છે, જે બ્લડ પ્રેસરને ઓછું કરે છે અને હાર્ટ ફેલિયર, અટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થાય છે.

બ્રેન ફંક્શન

બીટરૂટમાં નાઇટ્રેટ લોહીના પ્રવાહને સપોર્ટ કરી એજિંગ પર પડાવ વાળા પ્રાકૃતિક પ્રભાવ અને બ્રેન ફંક્શનને પણ સ્વસ્થ કરે છે. તેમાં પુષ્કળ આયર્નની ભરપૂર માત્રા એનિમિયા અને ડિમેન્શિયાના જોખમને પણ દૂર કરી શકે છે.

એન્ટિ કેન્સર

બીટમાં બીટાલેન્સ નામનો એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના અસ્થિર કોષોને શોધીને તેનો નાશ કરી કરવાનું કામ કરે છે. ઘણા અભ્યાસોમાં જોવા મળ્યું છે કે બીટના એન્ટીઓકિસડન્ટ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી અને ન્યુટ્રિશનલ કન્ટેન્ટ કેન્સરની સારવારમાં અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લિવર અને પેટની સફાઇ

બીમારી

બીટનો રસ આપણા લિવર અને પેટ માટે ક્લીન્સર અને ડિટોક્સિફાયરની જેમ કામ કરે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ લિવરમાં રહેલા ટોક્સિનને બાકાત રાખીને તેના કાર્યમાં સુધારો કરે છે. તે કબજિયાતમાં રાહત આપીને આપણા પાચનમાં સુધારો કરે છે.

એક્સરસાઇઝ સ્ટેમિના

બીટ શરીરમાં લોહીનો પ્રવાહ અને ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે. બીટનો રસ પીવાથી વ્યક્તિ વધુ સક્રિય અને મહેનતુ લાગે છે. આ જ કારણે તે એક મહાન પૂર્વ વર્કઆઉટ ડ્રિન્ક પણ માનવામાં આવે છે જે સ્નાયુઓ પરના દબાણ પહેલાં ઓક્સિજનના પ્રવાહમાં વધારો કરે છે.

હેલ્ધી વેઇટ

તરબૂચ

બીટ ન્યુટ્રીશનથી ભરેલું છે અને તેમાં કોઈ કેલરી હોતી નથી. તેથી તે વ્યક્તિને હેલ્ધી બોડી વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શરીરમાં વધારે પ્રમાણમાં કેલરી ન હોવાને કારણે વ્યક્તિનું વજન આપમેળે સંતુલિત થાય છે.

ગ્લોઇંગ સ્કિન

બીટમાં હાજર વિટામિન સી અને વિટામિન બી જેવા તત્વો ત્વચાની સમસ્યાઓ તેમજ વૃદ્ધત્વની સમસ્યાને પણ નિયંત્રણમાં રાખે છે. બીટ કુદરતી રક્ત શુદ્ધિકરણની જેમ કાર્ય કરે છે, ખીલ અને મોસાને દૂર કરે છે અને તંદુરસ્ત અને ચમકતી ત્વચા આપે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો