Last Updated on March 8, 2021 by
કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે લોકોને સલાહ આપી છે કે જો સરકારી અિધકારીઓ તમારૂ કહ્યું ન કરે તો તેમને ડંડા મારો. બિહારમાં પોતાના લોકસભાના મત વિસ્તાર બેગુસરાઇમાં ખોડાવંદનપુર પાસે આયોજીત એગ્રીકલ્ચર ઇન્સ્ટિટયૂટના એક કાર્યક્રમમાં બોલતી વેળાએ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરીરાજસિંહે કહ્યું હતું કે જો સરાકરી અિધકારીઓ તમારૂ કહ્યું ના કરે અને તમારા કામ પ્રત્યે નરમાઇ દાખવે તો તેમને ડંડાથી ફટકારો.
ગીરીરાજસિંહે કહ્યું હતું કે મને નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમનું સરકારી અધિકારીઓ નથી સાંભળતા, આવી અનેક ફરિયાદો મને મળી રહી છે. હું આવા લોકોને એટલુ જ કહેવા માગુ છું કે આવી નાની બાબતોને લઇને મારી પાસે કેમ આવો છો?
સરકારી અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, સરપંચ બધા જનતાના સેવક છે, લોકોની વાત સાંભળવી જ પડશે : કેન્દ્રીય મંત્રી
સાંસદો, ધારાસભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, એસડીએમ આ બધા જ નાગરિકોની સેવા કરવા માટે બંધાયેલા છે. જો તેઓ તમારૂ ન સાંભળે તો હાથમાં ડંડો લો અને તેમના માથા પર ફટકારો આ ડંડા. જો તેમ છતા તેઓ કઇ જ ન કરે તો ગીરીરાજસિંહ તમારી પાછળ ઉભા છે.
ગીરીરાજસિંહે આ નિવેદન બિહારના અધિકારીઓેને ધ્યાનમાં રાખીને આપ્યું હોવાની ચર્ચા છે. ત્યારે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે પણ તે અંગે નિવેદન આપ્યું છે. મારપીટ કરવાની વાત ક્યાંય પણ ન્યાયોચિત્ત નથી. ગીરીરાજસિંહને જ પૂછો કે શું મારપીટ શબ્દનો ઉપયોગ કરવો તે યોગ્ય છે?
પત્રકારોએ નિતિશ કુમારને ગીરીરાજસિંહના આ નિવેદન અંગે પૂછ્યું ત્યારે તેમણે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. વિવાદિત નિવેદનો માટે જાણીતા ગીરીરાજસિંહ અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવી ચુક્યા છે. તેમના વધુ એક નિવેદનને કારણે નિતિશ કુમાર નારાજ જોવા મળી રહ્યા છે. જેની અસર બન્ને પક્ષોના ગઠબંધન પર પણ થઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31