Last Updated on March 21, 2021 by
કોઈ પણ જગ્યાએ મુસાફરી દરમિયાન જો તમે પણ પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન પર પોતાનો ફોન ચાર્જ કરવાનું વિચારી રહ્યા હોવ, તો હવે સાવધાન થઈ જજો. આપની ગુપ્ત જાણકારીઓની સાથે સાથે આપનું બેંક અકાઉન્ટ પર સાઈબર અપરાધીઓ હાથ સાફ કરી શકે છે. જેને જૂસ જૈકિંગ કહેવાય છે.
ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
ગત વર્ષે લોકડાઉડનમાં આવા મામલે અટકી ગયા હતા, પણ જેમ જેમ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ તથા અન્ય સાર્વજનિક જગ્યાઓ પર લોકોની અવર જવર ચાલુ થઈ કે, સાઈબર ક્રાઈમની આ રીતે ફરી એક વખત એક્ટિવ થઈ છે. પહેલા SBI સહિત કેટલીય બેંકોએ આ અંગે એલર્ટ જાહેર કર્યા હતાં. ત્યારે હવે ગૃહમંત્રાલયે સાઈબર યુનિટને આ અંગે એડવાઈઝરી જાહેર કરી હતી.
ગૃહમંત્રાલયે આપી આ સલાહ
- પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જ કરવાથી દૂર રહો.
- ફોનનું ચાર્જર, બૈટરી બેંક સાથે રાખો. જેથી સ્ટેશન પર ચાર્જિંગના ઉપયોગની જરૂર ન પડે.
- ખૂબ જ જરૂરી હોય તો, દિવાલ પર લાગેલા સોકેટમાં ચાર્જર લગાવીને ફોન ચાર્જ કરો.
- ફોનના સેટીંગમાં USB debugging અંદર ઓપ્શન હોય છે. Install over ADB, હંમેશા ઓફ રાખો.
- એન્ટી વાયરસ સોલ્યુસન ઈંસ્ટોલ કરો, જે ડેટા ચોરીને રોકી શકે.
પબ્લિક પ્લેસ પર લાગેલા 22 ટકા ચાર્જિગ સુરક્ષિત નથી
સાઈબર સિક્યોરિટી પર રિસર્ચ કરી રહેલી સંસ્થા એલર્ટ ઈંડિયંસે ફેબ્રુઆરી 2021માં દિલ્હી, બેંગ્લુરૂ, મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં રિસર્ચમાં એ વાત જાણી હતી કે, પબ્લિક પ્લેસ પર લાગેલા 22 ટકા ચાર્જિંગ સ્ટેશન સુરક્ષિત નથી. અથવા તો પહેલાથી જ હૈકર્સની નજર તેના પર છે. એક અન્ય સ્ટડીમાં પણ એ વાત સામે આવી છે કે, પબ્લિક પ્લેસમાં ફ્રી વાઈફાઈમાં 33 ટકા કનેક્શન એવા હતા, જે ફોન અથવા લેપટોપમાં મેલવેર/વાયરલ પુશ કરતા હતા. જેના દ્વારા ફોન અથવા લેપટોપનું એક્સેસ હૈકર્સ સુધી પહોંચી જતું હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31