ગેલની રમત ભૂલી જશે. ડીવિલિયર્સનો વિસ્ફોટ તેની આગળ કંઈ નથી. રોહિત શર્મામાં સિક્સર ફટકારવાની માસ્ટરી, પરંતુ આ બેટ્સમેન સંપૂર્ણ પીએચડી પૂર્ણ કરી હોય તેવું લાગી રહ્યું છે. હા, તે બેટ્સમેન અને જેના બેટ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તેણે ટૂર્નામેન્ટમાં બોલરોને માત આપીને છઠ્ઠીના દૂધની યાદ અપાવી છે. તેણે બોલરોને એટલી નિર્દયતાથી પરાજિત કર્યો કે તેમની લાઇન લેન્થથી લઇ ઈકોનોમી બધું જ ઘાસ ચરવા જતું રહ્યું. તેના બેટના બળ પર, તેને વિરોધી ટીમની છાતી પર તાંડવ કરતા જોયો. બોલનો એક ફટકો એટલો જોરદાર હતો કે સામેની ટીમ ભૂખ્યા સિંહની સામે ઉભેલ ઘેટાની જેમ લાગી.
આ બધું ઇસીએસ સ્પેન ટૂર્નામેન્ટમાં રમાયેલી ટી 10 મેચમાં જોવા મળ્યું હતું. આ મેચ ગાર્સિયા ક્રિકેટ ક્લબ અને ફતેહ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઇ હતી. પ્રથમ મેચમાં, ગ્રેસીઆ સીસીએ પહાડની જેમ 10 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. પરંતુ, આ મોટી વાત નથી. પરંતુ, મોટી વાત એ છે કે આ 182 રનમાંથી 156 રન ફક્ત એક જ બેટ્સમેનના બેટમાંથી નીકળ્યા.
45 બોલ, 156* રન, 17 છગ્ગા, 9 ચોગ્ગા
જે બેટ્સમેને જેણે ફતેહ સીસીના બોલરોની 10 ઓવરની મેચમાં એકલાએ 156 રન બનાવી દીધા, એનું નામ છે ગુરવીન્દર બાજવા. બાજવાએ આ તોફાની કમાલ માત્ર 45 બોલમાં કર્યો. આ દરમિયાન તેમણે 17 છગ્ગા અને 9 જોગ્ગ માર્યા, જયારે એમની બોલિંગનો સ્ટ્રાઇક રેટ 300 નજીક રહ્યો. આમ જોઈએ તો બાજવાએ 60 બોલમાં 45 બોલ રમ્યા અને 156 રન પર નોટ આઉટ રહ્યો. એટલે બાકી 15 બોલ સામે વાળા 3 બેટ્સમેને કર્યા, જે માત્ર 26 રન મારી શક્યા.
ગુરવીન્દર વિરુદ્ધ ફતેજ સીસીએ 10 ઓવરમાં 6 બોલર મોકલ્યા. એમાં 2 બોલરને ગુરવિન્દરે 24.5ની ઈકોનોમીથી પછાડ્યો. એકને 19ની ઈકોનોમીથી. બેના 16ની ઇકોમનોમીથી હોસ ઉડાવ્યા જયારે એક જે સૌથી સારો રહ્યો જેને 8ની ઈકોનોમીએ ધોયો.
આખી ટીમ પર ભરી એક ખેલાડી
10 ઓવરમાં 183 રન બનાવી વિકરાળ લક્ષ્ય જયારે ફતેહ સીસીની ટીમને મળ્યો તો તે ન ટકી શકી. પરિણામે એ થયું કે એના માટે ટીમના ટોટલથી પાર દૂર એકલા ગુરવિન્દર બાજવાના નોટ આઉટ 156 રનો સુધી પહોંચવું મુશ્કેલ થઇ ગયું. ફતેહ સીસીની ટીમ 10 ઓવરમાં માત્ર 72 રન જ બનાવી શકી અને મેચ 110 રનના મોટા અંતરે હારી ગઈ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31