GSTV
Gujarat Government Advertisement

મોંધવારીનો માર/ હવે સાબુના ભાવમાં થયો વધારો, જાણો શું છે કારણ…

Last Updated on March 8, 2021 by

સામાન્ય માનવી પર મોંધવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ-ડીઝલ, સોના-ચાંદી, રાંધણ ગેસ બાદ હવે ન્હવાના સાબુ પણ મોંધા થવાના છે. હકીકતમાં FMCG કંપનીઓએ સાબુની કીંમતોમાં 15 ટકા સુધીનો વધારો કરવાનું કામ કર્યુ છે. કંપનીઓનું કહેવુ છે કે, પામોલિન તેલની વધતી કીંમતોને જોતા આ નિર્ણય કરાયો છે.

હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડ, વિપ્રો કંઝ્યૂમર કેર એંડ લાઈટિંગ, ગોદરેજ કંઝ્યૂમર પ્રોડકેટસ જેવી કંપનીઓને સાબુની કીંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વિપ્રો કંઝ્યૂમર કેર એંડ લાઈટિંગ સંતૂર સાબુ બ્રાન્ડ બનાવે છે. તેની તરફથી કહેવાયુ છે કે, તેણે પોતાના સાબુની કીંમતોમાં ગત 3-4 મહિનાઓમાં 8 ટકાનો વધારો કર્યો છે.

કયા કારણથી વધી કીંમત

વિપ્રો કંઝ્યૂમર કેર એંડ લાઈટિંગના CEO વિનીત અગ્રવાલે મોંધી થતી કીંમતોને લઈને કહ્યુ કે, સાબુ બનાવામાં ઉપયોગ કરતા પામોલિન તેલ એક પ્રમુખ ઘટક છે. જેમાં ઝડપથી વધારો થયો છે. આ જ કારણ છે કે, સાબુની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય માલની કિંમતોમાં વધારો થવાથી મલેશિયા અને ઈન્ડોનેશિયાથી પામ તેલની આયાત કરવાની કીંમતોમાં વધારો થયો છે.

લાઈફ બોય-ડવની કીંમતો પર નજર

કંપનીઓએ તમામ પ્રકારના સાબુની કીંમતોમાં વધારો કર્યો છે. ઉદાહરણ તરીકે લાઈફબોય ટોટલ (125 ગ્રામ) 22 રૂપિયાથી વધીને 25 રૂપિયામાં ગ્રાહકોને મળી રહ્યો છે. તો ત્રણ સાબુના પેકવાળા ડવની કીંમત 150 રૂપિયાથી વધીને 160 રૂપિયા પહોંચી ચૂકી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો